દિવાળી એ ભારતનો એક પ્રાચીન તહેવાર છે જે અંધકાર પર પ્રકાશના વિજયને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. તે રોશની, મીઠાઈઓ અને આનંદનો તહેવાર છે. લોકો દીવાઓ અને મીણબત્તીઓ પ્રગટાવીને અને તેમના ઘરો અને આસપાસને ફૂલો અને રોશનીથી સજાવીને દિવાળીની ઉજવણી કરે છે.
જેમ જેમ "પ્રકાશનો ઉત્સવ" નજીક આવે છે તેમ, પરંપરા અને પર્યાવરણ બંનેનું સન્માન થાય તે રીતે દિવાળીની ઉજવણી કરવા અંગે જાગૃતિ વધી રહી છે.
બાળકો આપણા તહેવારનું મહત્વ સમજે તેમજ પર્યાવરણને અનુકૂળ દિવાળીની ઉજવણી કરવી જોઈએ એની સમજ કેળવે એ હેતુ સાથે ‘ગ્રીન દિવાળી’ ની ઉજવણી કરવામાં આવી.
◆બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી જેમકે દિવા શણગારવા, કાર્ડ બનાવવા, રંગોળી કરવી, તોરણ બનાવવા.
◆કોઇ વ્યક્તિના અંધકારભર્યા જીવનમાં ખુશી ની એક જ્યોત પ્રગટે એ હેતુ સાથે બાળકના કપડાં, રમકડાં જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવ્યા.
◆ દિવાળીની સેફ્ટીની સમજ આપતા વીડિયો બતાવવામાં આવ્યા.
દિવાળીને લગતી એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શરૂઆત શ્લોક, પ્રાર્થના, ધૂનથી કરવામાં આવી. બાળકોને દિવાળીનું મહત્વ સમજાવવામાં આવ્યું, આચાર્યશ્રી ધ્વારા દિવાળીની પૌરાણિક વાર્તા તેમજ દિવાળીમાં ધ્યાનમાં રાખવા જેવી વાતના સૂચનો આપવામાં આવ્યા, શિક્ષકો તેમજ બાળકો દ્વારા ‘પૈસા નો ધુમાડો’ વિષય પર નાટ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું. અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના બાળકો એ અભિનય ગીત અને ડાન્સ પ્રસ્તુત કર્યો. બાળકોએ સુંદર મજાનું ગિટ રજૂ કર્યું. પપેટ દ્વારા "દિવાળીની વાર્તા" બતાવવામાં આવી