Educator Training Program

પહેલું સુખ તે જાતે નર્યા”

આ ગુજરાતી કહેવતને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન- ઉત્રાણમાં શિક્ષકો માટે પોસ્ચરલ  અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો પોતાને તંદુરસ્ત રાખી શકે તેમજ બાળકોમાં જાગૃતતા લાવી શકે તે માટે આચાર્યશ્રી દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારના મુખ્ય વક્તા શ્રી ડોક્ટર અમીષાબેન લીંબાણી એ પોસ્ચરલ વિશે જાણકારી આપી હતી.

    ડો.અમીષાબેને જણાવ્યું કે પોસ્ચરલ એટલે શરીરની અલગ અલગ સ્થિતિ જેમ કે ઉભા થવું, બેસવું વગેરે. તમે જે રીતે ઉભા રહો તે પરથી જાણી શકાય કે તમારું શરીર સંતુલનમાં છે કે નહીં.આ ઉપરાંત ઉભા થતી વખતે તેમજ બેસી વખતે કઈ કઈ પ્રકારની કાળજી લેવી જોઈએ તેમાં તેમણે જણાવ્યું હતું કે બેસતી વખતે 90 થી 120 ડિગ્રી વચ્ચે વળાંક રેહવો જોઈએ પીઠ પાછળ આધાર રાખવો જોઈએ જેથી કરોડરજ્જુને કોઈપણ પ્રકારનું નુકસાન થઇ શકે નહીં. બેસીને કામ કરતા લોકોએ લગભગ 20 મિનિટ પછી થોડું ઘણું ચાલવું જોઈએ જેથી ભવિષ્યમાં સ્નાયુઓને લગતા રોગોથી બચી શકાય.

કઈ રીતે ઉભા રહેવું જોઈએ તેમાં તેમણે જણાવ્યું હતું કે બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રહે અને મોં સીધુ તે રીતે ઉભું રહેવું જોઈએ. મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે મોં ને ઉપર નીચે  ઝૂકાવું જોઈએ નહીં. આવા પ્રકારની તમામ સાવચેતી રાખવાથી ભવિષ્યમાં થતા સ્નાયુઓના રોગોથી બચી શકાય છે તેમને એ પણ જણાવ્યું હતું કે તમે કઈ રીતે ઊભા રહો છો કે કઈ રીતે બેસો છો ? તેના પરથી તમારું વ્યક્તિત્વ આંકી શકાય છે. પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે આટલી સાવચેતી હંમેશા રાખો. તેમણે આપેલી માહિતી અમને  ભવિષ્યમાં થનારા સંકટથી બચાવી શકે છે. આ જાણકારી અમે બાળકોને આપીને તેમનામાં પણ જાગૃતતા લાવીશુ.

                                              “A good stance and posture reflect a proper state of mind.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *