Inspire, Innovate, Imapct Elevating the Teaching Profession

       શિક્ષણ એ કોઈ પણ સમાજના વિકાસનું પાયાનું સ્તંભ છે, અને શિક્ષકો એ આ પાયાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકોને વિધાર્થીઓ માટે આદર્શ અને માર્ગદર્શક તરીકે પોતાની જવાબદારીઓ નિભાવવી હોય છે. પરંતુ આ માટે જરૂરી છે કે શિક્ષકોને સતત નવી માહિતી, પદ્ધતિઓ અને કુશળતાઓ સાથે અપડેટ કરવામાં આવે. આ જ ઉદ્દેશ સાથે શિક્ષકો માટે પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું શીર્ષક હતું ‘Inspire, Innovate, Imapct Elevating the Teaching Profession’ .

       પરિસ્થિતિ કોઈ પણ આવશે તો પણ હું અડીખમ ઉભા રહીશું.શેરિંગ કેવી રીતે કરવું માણસ મજબૂત થવાને બદલે મજબૂર થઈ રહ્યો છે.સમસ્યા છે તો સમાધાન પણ છે પોતાની જાત સાથે વાત કરતા શીખો ધારવાનું બંધ કરો પૂછવાનું ચાલુ કરો,જ્યારે ધારીએ છીએ ત્યારે શંકા બને છે અને પૂછીએ છીએ ત્યારે સમાધાન બને .લંકાના રાવણ કરતા શંકાનો રાવણ મોટો છેમાટે ધારવાનું બંધ કરો પૂછવાનું ચાલુ કરો .સુખનું સરનામું સમજણ, સ્વીકાર અને સફળતા છે. પરિવર્તન કષ્ટદાયક છે પરંતુ જરૂરી છે.

        “શિક્ષકો માટે પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ” એ માત્ર શિક્ષકો માટે નહીં પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલીની ગુણવત્તા વધારવાનું એક શક્તિશાળી પગથિયું છે. આ કાર્યક્રમ શિક્ષકોને વધુ કુશળ, આત્મવિશ્વાસપૂર્ણ અને જવાબદાર બનાવે છે, જે નક્કી કરે છે કે શિક્ષણનું ભવિષ્ય વધુ તેજસ્વી બની રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *