ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે ‘કિડેથોન’નું ભવ્ય આયોજન થયું. ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રી કુ.કિંજલબેન ચુનીભાઈ ગજેરા, શ્રી દિનેશ કદમ (ડી.એસ.ઓ., વડોદરા), ડૉ.અર્પિત દુધવાલા (મેડીકલ ઓફિસર, નાના વરાછા હેલ્થ સેન્ટર) સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.
તારીખ ૨૪/૧૨/૨૦૨૩ને રવિવારે સવારે ૬ થી ૯ કલાક દરમિયાન ઉત્રાણ સ્થિત ગજેરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્રાણ શાળાના વિદ્યાર્થીઓ અને પાલ ખાતે ગજેરા ગ્લોબલ સ્કુલના વિદ્યાર્થીઓ માટે ‘RUN TOGETHER SPREAD HAPPINESS’ થીમ સાથે મીની મેરેથોન રૂપે ‘કિડેથોન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરની વિવિધ શાળાઓના લગભગ ૧૫૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ અને ૧૦૦૦ કરતાં વધારે વાલીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધા યોજવા પાછળ ગજેરા ટ્રસ્ટનો મુખ્ય આશય રમત-ગમત પ્રત્યે બાળકોની અભિરુચિ વધે અને તેઓ રમતો થકી સ્વાસ્થ્યની જાળવણી કરી શકે તેમજ વિદ્યાર્થીઓમાં અને શહેરના આમ નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને લોકોમાં વધારેમાં વધારે શારીરિક સુખાકારી અંગે માહિતીનું આદાન-પ્રદાન થાય. આ ઉપરાંત નર્સરી અને જુનિયર કે.જી.ના બાળકોના વાલીશ્રીઓએ પણ આ મીની મેરેથોનમાં પોતાના બાળક સાથે ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ.અર્પિત દુધવાલા (મેડીકલ ઓફિસર, નાના વરાછા હેલ્થ સેન્ટર), શ્રી દિનેશ કદમ (ડી.એસ.ઓ. વડોદરા), શ્રી કમલેશ રામાનંદી (પ્રમુખશ્રી, સુરત શહેર જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ), શ્રી એમ.આર.રાણા ( સુપરીન્ટેન્ડન્ટ એન્જિનિયર, ઉત્રાણ પાવર હાઉસ), શ્રી કમલેશ ચૌધરી ( ડેપ્યુટી એન્જિનિયર, ઉત્રાણ પાવર હાઉસ), ડૉ.અંકિતા વાછાણી (ઉત્રાણ હેલ્થ સેન્ટર) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટની તમામ શાળાના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓની સાથે સ્પોર્ટ્સ અને એક્ટીવીટીના મેન્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આમંત્રિત મહેમાનશ્રીઓ અને શાળાના ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી ‘કિડેથોન’નો આરંભ થયો હતો. દોડના અંતે ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રી કુ.કિંજલબેન ચુનીભાઈ ગજેરા અને આમંત્રિત મહેમાનોએ વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ચુનીભાઈ ગજેરાએ તમામ સ્ટાફ, વાલીશ્રીઓ અને મીડિયાકર્મીઓને અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.
Post Views: 104