"એડવેન્ચર કેમ્પ એ એક એવી જગ્યા છે જ્યાં બાળકો મનભરીને મુક્તપણે રમે છે, જીવનભરની મિત્રો સાથેની યાદો બનાવે છે. "
બાળકના આત્મવિશ્વાસને વધારવા માટે એડવેન્ચર કેમ્પ એ એક ઉત્તમ જગ્યા છે. બાળકને નવા લોકો, સ્થાનો અને રુચિઓ સાથે પરિચય કરાવીને અને તેમને નવી વસ્તુઓ અજમાવવા, નવા મિત્રો બનાવવા અને નવી કુશળતા શીખવા માટે પ્રોત્સાહિત કરીને, બાળકને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવાની પૂરતી તકો પૂરી પાડે છે.
બાળ વ્યક્તિત્વ વિવિધ પ્રકારના હોય છે...કેટલાક અંતર્મુખી હોય છે, અમુક બહિર્મુખી હોય છે. બાળકો જયારે એડવેન્ચર કેમ્પમાં જાય છે ત્યારે તેમના સાથીદારો સાથે વાર્તાલાપ કરે છે, ટીમ બનાવે છે સમૂહમાં પ્રવૃત્તિ કરે છે. એડવેન્ચર કેમ્પ એક સર્વગ્રાહી શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે જે બાળકોમાં શારીરિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આવા કેમ્પમાં બાળકો જવાબદારીઓ લેવાનું શીખે છે, તેઓ કાર્યો પૂર્ણ કરવા, ટીમનું નેતૃત્વ કરવું તેમજ જવાબદારી લેતા શીખે છે. અહીં મોબાઇલ ફોન નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે જે ફોન કરતાં વધુ મનોરંજક, સમૃદ્ધ અને આકર્ષક હોય છે. બાળકો મોબાઈલ, ટી.વી થી દુર રહી મિત્રો સાથે શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. બાળકોએ તેમની મોટાભાગની પ્રવૃત્તિઓ જાતે જ કરવી પડે છે. ઉપરાંત, પ્રવૃત્તિઓ માટે તેમને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની જરૂર પડે છે, જે તેમની નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે અને તેમને સ્વતંત્ર બનાવે છે આથી ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં બાળકો માટે “KINDER GAJERIANS ADVENTURE CAMP” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનું સ્વાગત મોજીતોથી કરવામાં આવ્યું ત્યારબાદ બાળકો વિવિધ એડવેન્ચર ગેમ, ફન ગેમ, સ્લિંગ શોટ ગેમ, જમ્પિંગ, ટોય ટ્રેન, રેઇન ડાન્સ, કૅમ્પફાયર, ડી.જે ડાન્સ જેવી વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવી. સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા. બાળકોએ સાથે સમૂહ ભોજનની મજા માણી, મિત્રો સાથે આનંદપૂર્વક યાદગાર ક્ષણો વિતાવી.