M.U.N., Eco Innovation Activity & Seminar – Coding & Programming

       ગજેરા વિદ્યાભવન હંમેશા બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે ત્યારે આવા ઉમદા હેતુથી મેકર્સ ડે અંતર્ગત MUN નું વિદ્યાર્થી મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં UNGA કમિટીમાં વિવિધ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો કોઈ પણ દેશનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકાય, આવા ઉદ્દેશ્યથી શાળાના એજ્યુકેશનલ કો-ઓર્ડીનેટરશ્રી, આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ અને શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓના સંયુક્ત સહકારથી 10/10/2024ને ગુરુવારના રોજ M.U.N., Eco Innovation Activity અને Seminar – Coding & Programming આયોજન કરવામાં આવ્યું.

       મોડેલ યુનાઈટેડ નેશન્સ એ યુનાઈટેડ નેશન્સનું એક શૈક્ષણિક અનુકરણ છે. સુનીતા મેકરસ્પેસ દ્વારા ગજેરા ટ્રસ્ટના સહયોગથી MUN (UNGA) જેના ટોપિક Climate Action અને Industry, Innovation and Infrastructure માં વિદ્યાર્થીઓને રાજદ્વારીઓની ભૂમિકા ભજવવા માટે કહેવામાં આવ્યું હતું અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ દેશોને સોંપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે ખુબ જ દબદબાભેર MUN ની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં પ્રતિનિધિઓએ તેમના ઠરાવો અને વક્તવ્ય રજૂ કરીને કોન્ફરન્સનું સમાપન કર્યું હતું. ત્યારબાદ Eco Innovation Activity અને Seminar – Coding & Programming નું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. 

       આજના યુગમાં પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસ કરવું ખુબ જ અગત્યનું છે. પર્યાવરણને બચાવતી અને સાથોસાથ જીવનને સરળ બનાવતી નવી ટેક્નોલોજી અને વિચારધારાઓનો ઉપયોગ ઇકો ઈનોવેશન તરીકે ઓળખાય છે. આ પ્રવૃત્તિઓથી નવું સર્જન થાય છે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર જીવનશૈલીમાં સુધારો કરે છે તે હેતુસર વિદ્યાર્થીઓ માટે ‘Eco Innovation Activity’ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

       આજના ડિજિટલ યુગમાં કોડિંગ અને પ્રોગ્રામિંગની મહત્વતા વધતી જ રહી છે. ટેક્નોલોજીના દરિયાના દરવાજા ખોલવા માટે કોડિંગ એક મુખ્ય કળા બની છે. આ જ વિષય પર વિદ્યાર્થીઓ માટે કોડિંગ અને પ્રોગ્રામિંગ” પર એક સેમિનાર યોજાયો હતો, જેનો ઉદ્દેશ પ્રાથમિક કોડિંગની જાણકારી આપવી અને આ ક્ષેત્રના ભવિષ્યવત્ તકો પર પ્રકાશ પાડવો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *