Makers Day 2023-24

       તારીખ 12/10/’23 ના રોજ  શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘મેકર્સ ડે’  ના અનુંસંધાને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

       કાર્યક્રમની શરૂઆતમાં ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી જ્યાં મહેમાન સ્ત્રીઓના સ્વાગત સાથે ડાન્સ મ્યુઝિક વગેરે કલ્ચરલ કલા પ્રવૃત્તિઓ જે વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરી હતી તેનું નિદર્શન કરી મેકર્સ ડે  આયોજનને વિદ્યાર્થી પ્રદર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય MUN, લોકસભા, સાયન્સ એન્ડ મેથ્સ પ્રોજેક્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઇકો ટોક વગેરે વિદ્યાર્થીઓને પોતાના કારકિર્દી ઘડતરમાં સૌથી વધુ ઉપયોગી હોય એવી પ્રવૃત્તિઓ કરાવડાવવામાં આવી. આ દરેક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ પોતાની જાતે ડિઝાઇન કરી હતી. જેમાં શાળાના શિક્ષક મિત્રોએ માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી હતી. શાળાના ટ્રસ્ટી સાહેબ તેમજ અન્ય આમંત્રિત મહેમાન શ્રીઓએ આ સમગ્ર આયોજનની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શક પ્રતિભાવો આપ્યા હતા. સમગ્ર આયોજન ગુણવત્તા સભર અને જ્ઞાન સાથે ગમ્મત રૂપ સાબિત થયું હતું.

ઇનોવેશન

       ઇનોવેશન વિભાગ અંતર્ગત આધુનિક ટેકનોલોજીનાં સમન્વય સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 13 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંપ્રત પ્રવાહોની સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંશોધનાત્મક પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા. શાળાના દરેક  વિદ્યાર્થીઓ તેમજ આચાર્યશ્રીઓ અને ઉપ-આચાર્યશ્રીઓ દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ ગજેરાએ પણ હાજરી આપી હતી અને પ્રદર્શનની મુલાકાત લઈને   વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ પ્રોત્સાહિત કર્યા હતા. એકંદરે આજનો સુનિતા મેકર્સ દિવસ ખૂબ જ આનંદદાયક, પ્રેરણાયુક્ત અને સંશોધનાત્મક શીખ પૂરી પાડનાર નીવડ્યો.

સીનર્જી : ECHO Talk

       સીનર્જી માં Echo Talk માં PPT Presentation રાખવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તેમણે અલગ અલગ ટોપિક પર રસપ્રદ માહીતિ આપી હતી. આ ટોપિક જેવા કે 17 goals of  SDGS, G20 summit, AI chat gpt, Future that you want, Brics summit 2023 વગેરે વિષય પર બાળકોએ તેમના સૂઝ બુઝના આધારે જીવન ઉપયોગી માહિતી આપી હતી. જે વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરે છે.

લોકસભા

       લોકસભાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. લોકસભા એ દેશનો કાયદો અને વ્યવસ્થા સંભાળતું એક મહત્વનું ગૃહ છે, કે જ્યાં દેશના તમામ મુદ્દાઓની ચર્ચા થાય છે, તેમજ કાયદાઓ ઘડવામાં આવે છે લોકસભા એ સામાન્ય રીતે સંસદનું નીચલું ગૃહ કહેવામાં આવે છે, આવી જ એક લોકસભાનું આયોજન ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમજ સામાન્ય રીતે ધોરણ-6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ જુદા જુદા પાત્રો ભજવ્યા હતા. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલવવાનો રહ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદી, ભગવત માન, રાહુલ ગાંધી, મનીષ તિવારી, મમતા બેનરજી, હેમા માલીની, સની દેઓલ, વગેરે જેવા પાત્રો વિદ્યાર્થીઓએ ભજવ્યા હતા, જેમાં અયોધ્યા વિવાદ, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, તેમજ કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ, કુતુબમિનાર અને તાજમહેલ જેવા મુદ્દા ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ગહન  વિચારણા કરવામાં આવી જેના દ્વારા વિદ્યાર્થીઓમાં આ બધા મુદ્દાઓની બાબતમાં ઘણું ઊંડું જ્ઞાન મેળવ્યું, તેમજ વિદ્યાર્થીઓને પણ લોકસભામાં ભાગ લઈને તેમના ઉત્સાહમાં વધારો થયો હતો.

આર્ટ એન્ડ ક્રાફ્ટ

       આર્ટ એન્ડ ક્રાફ્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા મધુબની વારલી વગેરે પેઇન્ટિંગ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટ તેમજ વિવિધ નવીન ક્રાફ્ટ આઈડિયા દ્વારા રજુ થયા હતા. વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી કલા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા રજૂ કરી હતી.

MUN

       ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ સતત અને સર્વાંગી વિકાસનું ઉમદા કામ કરે છે ત્યારે તેને અંતર્ગત 12 ઓક્ટોબરના રોજ MUN નું આયોજન કરવામાં આવ્યું. જેથી બાળકો કોઈ પણ દેશનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકાય તેનાથી માહિતગાર બને. આવા ઉદ્દેશ્યથી શાળાના એજ્યુકેશનલ કો-ઓર્ડીનેટરશ્રી આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ અને શિક્ષકમિત્રો તેમની મહેનત અને સમર્પણની ઉજવણી કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

       MUN એક જીવન-પરિવર્તનશીલ પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યું છે જે વિદ્યાર્થીઓને અન્ય લોકોનું નેતૃત્વ કરવામાં આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદ કરે છે. વૈશ્વિક મુદ્દાઓ પ્રત્યે મજબૂત જાગૃતિ અને આસપાસના વિવિધ વિસ્તારો અને શહેરોમાંથી નવા મિત્રો બનાવવાની તક મળે છે. મોડલ UN એ એક મૂલ્યવાન અનુભવ છે જે વિદ્યાર્થીઓને કૉલેજમાં પ્રવેશ મેળવવા, તેમની પ્રથમ નોકરી શોધવામાં અને વિશ્વને બદલવા માટે પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે.

      મોડેલ યુનાઈટેડ નેશન્સ એ યુનાઈટેડ નેશન્સનું એક શૈક્ષણિક અનુકરણ છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ દેશોના પ્રતિનિધિઓની ભૂમિકા ભજવે છે અને તેમના સોંપાયેલ દેશની નીતિઓ અને પરિપ્રેક્ષ્ય સાથે વાસ્તવિક-વિશ્વના નીચે મુજબના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરે છે.

  1. FINANCIAL SECTOR ISSUES
  2. GREEN DEVELOPMENT PACT FOR A SUSTAINABLE FUTURE
  3. COUNTERING TERRORISM AND MONEY LAUNDERING
  4. TECHNOLOGICAL TRANSFORMATION AND DIGITAL PUBLIC INFRASTRUCTURE

      મોડેલ યુનાઈટેડ નેશન્સ એ યુનાઈટેડ નેશન્સનું એક શૈક્ષણિક અનુકરણ છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ દેશોના પ્રતિનિધિઓની ભૂમિકા ભજવે છે. સુનીતા મેકરસ્પેસ દ્વારા ગજેરા ટ્રસ્ટના સહયોગથી MUN (G20)નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા અને G20 ના પ્રતિનિધિ મંડળે સમિતિઓમાં ચર્ચાઓ અને વાદવિવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને રાજદ્વારીઓની ભૂમિકા ભજવવા માટે કહેવામાં આવ્યું હતું અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ દેશોને સોંપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે ખુબ જ દબદબાભેર MUN ની શરૂઆત કરવામાં આવી હતી.

       વિદ્યાર્થીઓને રાજદ્વારીઓની ભૂમિકા ભજવવા માટે કહેવામાં આવ્યું હતું અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ દેશોને સોંપવામાં આવ્યા હતા. જેમાં પ્રતિનિધિઓએ તેમના ઠરાવો અને વક્તવ્ય રજૂ કરીને કોન્ફરન્સનું સમાપન કર્યું હતું. પ્રતિનિધિઓ તેમના ઠરાવો વિશે કેટલા ઉત્સાહી અને જાણકાર હતા તે એક આશ્ચર્યજનક બાબત રહી હતી. દરેક પ્રતિનિધિએ ઇવેન્ટનો મહત્તમ લાભ લેવા માટે કલાકોની મહેનત અને સમર્પણ કર્યું હતું.

       વિજેતા પ્રતિનિધિઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અંતે પ્રતિનિધિઓએ તેમને આ તક આપવા બદલ શાળા મેનેજમેન્ટનો આભાર માન્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *