શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ” એ ગજેરા ટ્રસ્ટનો સદાય અભિગમ રહ્યો છે. શાળામાં વિવિધ વિષયોનું જ્ઞાન તો યોગ્ય અને વિશિષ્ટ રીતે પીરસવામાં આવે જ છે પણ સાથે-સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનું સરસ એવું પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે અને એ પ્લેટફોર્મ એટલે “Maker’s day” 2023 માં Makers day” ની થીમ ‘HARMONY FUSION’ હતી.
જેના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન ખાતે તારીખ ૧૬ અને ૧૭ ડિસેમ્બર ના રોજ સુનિતા મેકર્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ દરેક પ્રકારના આયોજનો કર્યા હતા જેમાં ફૂડ સ્ટોલ, બિઝનેસ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી, સાયન્સ મેથ્સ પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દરેકનું સંચાલન પણ વિદ્યાર્થીઓએ જાતે કર્યું હતું. ઘણાં બધા વાલીશ્રીઓએ શાળાની મુલાકાત લીધી હતી. મહેમાન શ્રીઓ દ્વારા પણ આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો. દરેક પરફોર્મન્સ માટે વિદ્યાર્થીઓ માટે ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દરેક પ્રવૃત્તિને ઉત્સાહ ભેર માણી હતી.
Maker’s Day અને SM Academy આ બંને પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક વિધ પ્રવૃતિઓનું અને સ્પર્ધાઓનું આયોજન કરી તેઓમાં વિચારનું ઝરણું સ્ફુરિત કરી તેમજ જિજ્ઞાસાવૃત્તિ જન્માવી વિદ્યાર્થીઓને ઉચ્ચ વિચારણા તરફ દોરી જવાનું ભગીરથ કાર્ય ગજેરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ભગીરથ કાર્યના પ્રણેતા શાળાના ટ્રસ્ટી શ્રી કિંજલબેન ગજેરા છે કે જેઓનો ધ્યેય હંમેશા એક જ રહ્યો છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને બહાર લાવી Sunita’s Maker’s Space અને SM Academy અંતર્ગત તૈયાર થયેલા વિદ્યાર્થીઓ સહાયકો તરીકે સમાજના અન્ય લોકોને પણ મદદ તેમજ માર્ગદર્શન આપી શકે છે. ટ્રસ્ટીશ્રીની આ વિચારધારાને અવિરત વહેડાવવા માટે આપણે સૌ પણ કટિબદ્ધ રહી વિચારધારાને વેગવંતી બનાવવા સતત પ્રયત્ન કરીએ…
કહેવાય છે કે “દરેક વ્યક્તિ પાસે વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે અને એ દરેક પાસે અલગ-અલગ હોય છે” કોઈ બાળક બોલી શકે? કોઈ લખી શકે? કોઈ ચિત્ર દ્વારા વિચારોને વેગ આપી શકે? આ તમામ વ્યક્તિત્વને નિખારવાનો તક ગજેરા ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ પ્રમાણે સ્વભાવ પ્રમાણે શાળાના દરેક વિદ્યાર્થીઓના વિકાસ થાય એ ટ્રસ્ટનો ધ્યેય રહ્યો છે અને આ ધ્યેય SMaker’s બેનર હેઠળ દરેક વિદ્યાર્થીઓમાં પૂર્ણ કરી શકાય છે.