આજના સ્પર્ધાત્મક અને વ્યસ્ત જીવનમાં આજે દરેક વિદ્યાર્થી જયારે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે કઈ રીતે તે પ્રાણાયામ ઘ્વારા માનસિક રીતે તંદુરસ્ત બની અભ્યાસમાં એકાગ્રતા કેળવી શકે અને સારૂ પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટે, તા.8/10/2024 ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે “Plant a smile” અંતર્ગત વિદ્યાર્થીઓના મન ઉપર કાબુ રાખી અભ્યાસમાં એકાગ્રતા કેળવી શકાય તે માટે ‘Mindful Moments’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ અભ્યાસના ભારણથી જે માનસિક ત્રાણ અનુભવી રહ્યા છે તેને પ્રાણાયામ દ્વારા મનને કઈ રીતે શાંત કરી શકાય અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય તે માટેનો હતો.
આ સેમિનાર અંતર્ગત શાળાના ઉપાચાર્યશ્રી કિશોરભાઈ જસાણી (ગુજરાતી માધ્યમ) અને આચાર્યશ્રી જીગ્નેશભાઈ પરમાર(અંગ્રેજી માધ્યમ) એ હાજરી આપી અને સેમિનારના મુખ્ય અતિથિશ્રી એ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનશ્રીએ કઈ રીતે મનને કઈ રીતે શાંત કરી શકાય અને તેનાથી શુ પરિણામ મળે તે અંગેની જાણકારી આપી ત્યારબાદ તેમણે પ્રાણાયામ અને ધ્યાન દ્વારા બાળકને મન શાંત રાખતા શીખવ્યું તેમજ વિડીયો દર્શન દ્વારા વિદ્યાર્થીને મન શાંત રાખી વાંચનલેખન (અભ્યાસમાં) કઈ રીતે એકાગ્રતા સાધી શકાય તે જણાવવામાં આવ્યું હતું.
બાળકો પ્રાણાયામ અને ધ્યાન (મેડિટેશન) દ્વારા મનની શાંતી અનુભુતી કરી તેથી તેઓ પ્રફુલ્લિત જોવા મળ્યા હતા અને અતિથિશ્રીઓનો આભાર માન્યો હતો.