શ્રીમતી એસ.એસ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે દર શનિવારે ક્લબના વર્ગો દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેના અંતર્ગત ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને મુવી મેકિંગ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે, તેની પણ સમજ આપવામાં આવે છે તે મુજબ દરેક કાર્યને અંતે તેનું આઉટપુટ શું રહે છે તેને ધ્યાનમાં રાખી તારીખ ૬/૦૧/૨૦૨૩ ને શનિવારના રોજ વિદ્યાર્થીઓને ઉપયોગી એવી એક મુવી ધોરણ ૮, ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને બતાવવામાં આવી. આ મુવીમાંથી વિદ્યાર્થીઓ કંઈક શીખી શકે એ હેતુસર તેમજ કયા પ્રકારની મુવી જોવી જોઈએ તેમજ મુવી બનાવવા માટેની પ્રોસેસ બાદ એનો આઉટપુટ શું રહે છે એ સમજાવવામાં આવ્યું હતું.
શાળામાં યુનિટ ટેસ્ટ ૨ની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ હળવાશ અનુભવે તેમજ ફરી પાછા અભ્યાસ માટે રિચાર્જ થાય તે હેતુસર પણ વિદ્યાર્થીઓને લગતી મુવી બતાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ મુવી એન્જોય કરી હતી તેમજ એમાંથી શીખ પણ મેળવી હતી.
પરિણામો પછી દરેક વિદ્યાર્થીઓ ખાસ કરીને બોર્ડ, સિવિલ સર્વિસિસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તૈયારી કરી રહેલા યુવાનો પાસેથી જાણવા મળે છે કે ટોપર્સ કેવી રીતે અભ્યાસ કરે છે, કેટલા કલાક અભ્યાસ કરે છે, relax થવા કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આવી સ્થિતિમાં, પરીક્ષા સિવાયના મુદ્દાઓ પર ટોપર ઉમેદવારો સાથે વાત કરી જે તમને પણ રસપ્રદ લાગશે. જે મુજબ કસરત કરવી, મનપસંદ બાહ્ય પુસ્તક વાંચવું, મનપસંદ movie જોવું, બહારની ખુલ્લી હવામાં ટહેલવું, ઝડપથી ચાલવું વગેરે પ્રવૃત્તિઓ સાંભળવા મળી.