National Farmers’ Day Celebration – 2024-25

"ખેડૂતો આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે, સખત મહેનત, સમર્પણ અને વિશ્વને ખવડાવવાની આશાના બીજ વાવે છે."

ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને ખેડૂતોના હિતમાં ઘણા ખેડુતો- હિતૈષી નીતિઓનો કરાર તૈયાર કર્યો. ભલે ચૌધરી ચરણસિંહ થોડા સમય માટે વડાપ્રધાન રહ્યા હતા,પણ તેમણે ભારતીય ખેડૂતોના કલ્યાણ માટે સખત મહેનત કરી હતી. તેમણે ખેડૂતો માટે અનેક યોજનાઓ પણ શરૂ કરી હતી અને ૨૦૦૧ માં સરકારે ચૌધરી ચરણસિંહના જન્મદિવસને ખેડૂત દીવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.

ખેડૂત દિવસનું મહત્વ

 

આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે કૃષિ ક્ષેત્રમાં નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડુતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. ખેડૂત દિવસની ઉજવણી ખેડૂતની વિવિધ સમસ્યાઓ અંગે લોકોને જાગૃત કરવાની છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચૌધરી ચરણસિંહે સર છોટુ રામનો વારસો આગળ ધપાવ્યો હતો, તેમણે દેશના ખેડુતોના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવા ૨૩ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ કિસાન ટ્રસ્ટની રચના પણ કરી હતી.

 

ખેડૂત દિવસનો ઈતિહાસ

 

ખેડૂત દિવસ એક જાહેર રજા છે,જે દેશના ખેડુતો અને તેમના કાર્યની ઉજવણી કરે છે. ભારતમાં આ દિવસ ૨૩ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણ સિંહના જન્મદિનની ઉજવણી માટે આ દિવસની ખાસ પસંદગી કરવામાં આવી હતી. જે દેશના ખેડુતોના કલ્યાણ માટે કાર્ય કરી રહેલા અગ્રણીઓમાંના એક હતા. આ દિવસને અર્થતંત્રમાં ભારતીય ખેડૂતોની ભૂમિકાને યાદ રાખવા માટે ચિહ્નિત કરવામાં આવ્યો છે. આ દિવસ ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે કારણ કે, તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નોને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ હંમેશા લડતા અને ખેડૂતોના હક્કો માટે ઉભા રહ્યા હતા.

 

ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં ખેડૂત દિવસની ઉજવણી :

 

પૂર્વ-પ્રાથમિક વિભાગમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકો ગામઠી પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. શિક્ષકો દ્વારા ગામડાંનું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું, ગામડાંના ખેતરો, ઓજારો, ખોરાક, પહેરવેશ, અથાક મહેનત, પશુ-પાલન, ભારતમાં થતા વિવિધ પાકોની સમજ આપવામાં આવી હતી. બાળકોએ સુંદર મજાનો ડાન્સ પ્રસ્તુત કર્યો. ફાર્મથી આપણી ડીશ સુધીના ખોરાકની મુસાફરી બતાવવામાં આવી. જુ.કેજી ના બાળકોએ મેથી વાવી તેની માવજત કરી, સિ.કેજીના બાળકોએ મેથી ચૂંટી એ મેથીને બાલવાટિકાના બાળકો ધ્વારા સાફ કરી ધોઈ અને કિચન સ્ટાફની મદદથી ખીરું બનાવીને ભજીયા બનાવવામાં આવ્યા. આમ સમુહભાવના સાથે પોતાની મેહનતથી બનાવેલા ભજીયાની લહેજત માણી. બાળકો પાસે ખેડૂત દિવસ નિમિત્તે શપથ લેવડાવવામાં આવી.  બાળકોને પ્રત્યક્ષ ખેતરની મુલાકાતે લઇ જવામાં આવ્યા.બાળકો એ ખેડૂતનું પૂજન કરી આભાર વ્યક્ત કરી કાર્ડ આપી સન્માનિત કર્યા.

આજે ખેડૂત દિવસ નિમિતે અમે દરેક ખેડૂતોને સન્માનિત કરીએ છે.

જય જવાન, જય કિસાન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *