Navratri Mela 2023

       Navratri Mela બાળકોને અભિવ્યક્ત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. પરિણામે નાંમાકન, સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા શક્ય બને છે. ભાગ લેનાર બાળકો માટેની આ આનંદયાત્રા છે. તથા તેના સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે.

       સ્થાનિક બજારોનું સ્વરૂપ, લોકરુચિ, ગ્રાહકોની અપેક્ષાઓ તથા આકાંક્ષાઓ કેવી હોય તેમજ ગ્રાહક સાથેના સામાન્ય વ્યવહાર વગેરે શ્રેષ્ઠ વ્યાપારની મુખ્ય લાક્ષણિકતાઓ હોય તે સ્વાભાવિક છે. દેશનાં જુદાં જુદાં મહાનગરોમાં આવા વ્યાપારિક મેળાનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. જાહેર જીવનમાં આ પ્રકારના વ્યાપાર કેવી રીતે કરી શકાય તે માટે શાળામાં ‘Navratri Mela‘ નું આયોજન કરવામાં આવ્યું હતું.

       દિવાળી નવરાત્રિ  તહેવારના દિવસે ભેટ વગેરે સામગ્રીઓની જરૂરિયાત રહેતી હોય છે આપણી શાળામાં CLUB ACTIVITY  દરમ્યાન નાના મોટા પાયે Business કેવી રીતે કરી શકાય, તે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. જેના ભાગરૂપે તા ૨૩/૦૯/૨૦૨૩ ને શનિવારે સવારે ૮:૦૦ થી સાંજે ૩:૦૦ વાગ્યા સુધી શાળા ડોમ એરિયા પર “Navratri Mela” નું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. Affordable કિમતથી બધી સામગ્રીઓનું વેચાણ કરવામાં આવ્યું. પાર્ટનરશીપથી વ્યાપાર કેવી રીતે કરી શકાય તે પણ વિદ્યાર્થીઓ શીખ્યા હતા.

       મુલાકાત લેનાર વાલીમિત્રો, વિદ્યાર્થીઓ, તેમજ શાળાના સમગ્ર કર્મચારીઓએ ખરીદી કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ અર્થોપાર્જન માટે મહેનત કરવાનું શીખ્યા હતા. નફો, નુકશાન, વ્યાપારના વિવિધ પ્રકારો વગેરે પણ શીખ્યા હતા.

Navratri Mela ના મુખ્ય હેતુઓ:

૦ વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક સાથે આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે.

૦ વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરની ખિલવણી થાય

૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે.

૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય.

૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે.

૦ વિદ્યાર્થીઓની વ્યાપારિક અને સામાજીક માવજત થાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *