મીટિંગ દ્વારા બાળકની પ્રતિભા અને શક્તિના ક્ષેત્રોની શોધ કરી શકાય છે. આ બહેતર શૈક્ષણિક પ્રદર્શન તરફ દોરી જવા માટે જાણીતા છે. શિક્ષકો અને વાલીઓ વચ્ચેની બેઠકો વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ બનવાની સુવિધા આપે છે.
આજના આધુનિક યુગમાં પરિસ્થિતિમાં ખૂબજ પરિવર્તન આવી ગયું છે. સંતાન ની ઉજ્જવળ કારકિર્દી નું ધ્યેય ધરાવતા પ્રત્યેક વાલીશ્રી બાળકોના ભણતરમાં રસ ધરાવે છે. આથી વાલીઓ એ શાળાના દરમિયાન બાળક શું કરે છે તેની માહિતી તેમજ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિષે માહિતગાર થાય એ હેતુ સાથે ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં જુલાઈ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીને ઓગસ્ટ માસના અભ્યાસક્રમ, ઉજવણી, સ્પર્ધાના આયોજનની માહિતી આપવામાં આવી. લક્ષ્મી એકેડેમિક અંતર્ગત કૌશલ્યોલક્ષી તાલીમ જેમકે ડાન્સ, જીમ્નાસ્ટીક અને સંગીતના આયોજન કર્યું છે એમાં ભાગ લેનાર બાળકો અને વાલીના સંમતિ પત્રક લેવામાં આવ્યા, બાળક તેમજ વાલી ધ્વારા તૈયાર કરવામાં આવેલ જૂન-જુલાઈ માસના પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું. શિક્ષકો ધ્વારા વાલીશ્રીના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું.