“બાળકનો સર્વાંગી
વિકાસ વિદ્યાર્થી, માતાપિતા અને
શિક્ષકની મહેનત પર આધારીત છે.”
માતાપિતા અને શિક્ષક માટે બાળકના સર્વાંગી વિકાસ માટે તંદુરસ્ત અને મજબૂત
સંબંધ વિકસાવવા, બાળકના શૈક્ષણિક
તેમજ સહ શૈક્ષણિક બાબતો ની ચર્ચા અર્થે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં વાલી મીટીંગ
સાથે પ્રથમ સત્રના પરિણામ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
·
વાલી મિટિંગમાં પ્રથમ સામાયિક
મૂલ્યાંકનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
·
માતાપિતા
તેમના બાળકોના પરિણામો જાણીને ખુશ થયા હતા અને તેમના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક
પ્રદર્શનના ફેરફાર માટે સૂચનો મેળવ્યા હતા.
·
આગમી
માસની અભ્યાસિક અને સહભ્યાસિક, ઉજવણી અને સ્પર્ધાની માહિતી આપવામાં આવી હતી.
·
બાળકો
વાલીઓએ બનાવેલા પ્રોજેક્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું.
·
પ્રથમ
સામાયિક દરમિયાન તેઓ જે શીખ્યા છે તેના પુનરાવર્તન માટે તેમને દિવાળી અસાઈન્મેન્ટ
આપવામાં આવ્યા હતા.
·
વાલીશ્રીઓએ
બાળકોમાં આવેલ સકારાત્મક પરિવર્તન તેમજ સારા શિક્ષણ આપવા બદલ આચાર્યશ્રીનો આભાર
વ્યક્ત કર્યો તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
અંતમાં, ચાલુ તેમજ
નવા શૈક્ષણિક વર્ષ માં એડમીશન ચાલુ થઇ ગયા છે તેની માહિતી આપવામાં આવી હતી.