“શિક્ષણ એ શિક્ષકો, પ્રેરિત વિદ્યાર્થીઓ અને ઉત્સાહી માતા-પિતા
વચ્ચેની ઉચ્ચ અપેક્ષાઓ સાથેની સહિયારી પ્રતિબદ્ધતા છે.”
શિક્ષણ એ બાળકના વિકાસ
અને વૃદ્ધિનો પરિણામી તબક્કો છે.માતા-પિતા અને શિક્ષકોએ
એકસાથે મળીનેબાળક માટે શ્રેષ્ઠશીખવાનું વાતાવરણ બનાવી , શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક
સુખાકારીને પ્રોત્સાહન આપવું જોઈએ.જ્યારે
બાળકના માતા-પિતા અને શિક્ષકો સારી રીતે જોડાયેલા હોય ત્યારે બાળક તેમની શાળામાં
સહાયક અનુભવે છે બાળક સુરક્ષા અને આત્મવિશ્વાસની ભાવના પ્રાપ્ત કરે છે.
આમ, બાળ વિકાસમાં શિક્ષકો અને માતા-પિતા માટે દ્વિ-માર્ગી
સંચાર મહત્વપૂર્ણ છે આ હેતુ સાથે ગજેરા વિદ્યાભવનના પૂર્વ-પ્રાથમિક વિભાગમાં
જાન્યુઆરી માસની વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાલીશ્રીઓને
આચાર્યાશ્રી ધ્વારા શૈક્ષણિક વર્ષ- ૨૦૨૪-૨૫ ના પ્રવેશ કાર્ય શરુ થઇ ગયા છે તેની
માહિતી આપવામાં આવી તેમજ વાર્ષિક મૂલ્યાંકન, પરિણામ દિવસ, ફીટ એન્ડ ફન કાર્યક્રમ,
બાલવાટિકાના ફોર્મ માટેના જરૂરી ડોક્યુમેન્ટસની વિશેની માહિતી, તેમજ બાળક સ્વાવલંબી બને એ માટે કેવા પગલાં લેવા જોઈએ એની માહિતી આપી,વર્ગખંડમાં શિક્ષકે આવનાર માસની ઉજવણી, સ્પર્ધા વગેરેથી
માહિતગાર કરવામાં આવ્યા. વાલી પોતે અને તેમના બાળક દરેક
પ્રવૃતિમાં સક્રિય રહે તે માટે વર્ગશિક્ષકોએ તેમને પ્રોત્સાહિત કર્યા.