તા. ૨૯/૦૭/૨૦૨૩ નાં રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા પરિવારનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાનાં આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ધોરણ વર્ગવાર જે તે વર્ગ શિક્ષકો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ નાં પ્રથમ સત્રની યુનિટ ટેસ્ટ-1 તેમજ વીકલી પરીક્ષા પરિણામ ચર્ચા બાબત વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
શિક્ષણ વ્યવસ્થા તો આખરે બાળકો માટે હોય જેઓ આવતીકાલનો સમાજ છે. તેમને ભણાવીશું ,ઘડીશું તો તે સમાજને ઉપયોગી બને – પરસ્પરની લાગણીઓ સમજી સહકારથી જીવે એવો આવતી કાલનો સમાજ આજના આ જ બાળકો દ્વારા શક્ય છે .શાળાએ બાળકોનું ઘડતર કરવાનું કાર્ય કેવી રીતે કર્યું છે તે અરીસામાં જોઈ શકાય – અને તે અરીસો એટલે શાળાની માસાંત PEM..
જુલાઈ માસાંત PEM માં વર્ગ શિક્ષક દ્વારા નીચેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
1] વીકલી ટેસ્ટનાં પરીણામનાં માર્ક અંગે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
2] શાળાકીય શિસ્ત પાલન જેમ કે શાળામાં સમયસર આવવું, સંપૂર્ણ ગણવેશમાં આવવું.
3] નિયમિત હોમવર્ક કરી આવવું
4] શાળા કક્ષાએ લેવામાં આવતી દરેક પરીક્ષા નિયમિત અપાવવી
5] જે તે વિષયમાં ઓછા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓના વાલી સાથે વિષય શિક્ષક દ્વારા ચર્ચા કરવામાં આવી.
6] વાલીનાં મોબાઈલમાં શાળાની એપ્લીકેશન જેઓની બાકી હોય તેમને ડાઉનલોડ કરવા
જણાવવામાં આવ્યું
7] નજર સમક્ષ એમણે ગૃહ કાર્ય કરવાં કહેવું.
8] બાળકોને શાળામાં નિયમિત પણે મોકલો.
9] પરીક્ષાઓ દરમિયાન એમને વાંચવા માટે પૂરતો સમય આપો અને વાતાવરણ ઘરે વાંચવા લાયક બનાવો.
10] જે વિદ્યાર્થીઓની શાળા ફી બાકી હોય તેઓને ફી ભરવા જણાવવામાં આવ્યું.
શાળા દ્વારા યોજાયેલ વાલી મીટીંગમાં વાલીઓએ ઉત્સાહભેર હાજર રહ્યા તેમજ પોતાના પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરી તેમજ વર્ગશિક્ષકો દ્વારા સ્થળ પર જ વાલીઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો. વાલીમીટીંગથી વાલીઓ તેમજ શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો, આમ, આ રીતે વાલી મીટીંગનું સમાપન કરવામાં આવ્યું.