સુનિતા મેકર્સ સ્પેસ : બાળકોના સર્વાંગીવિકાસ અને તેમની ક્ષમતા ઉજાગર કરતું મંચ.
બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાના હેતુ સહ સુનિતા મેકર્સ સ્પેસ MAKERS DAY અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. "PLANT A SMILE" એ એક સરળ ખ્યાલ છે જે દયા અને સકારાત્મકતા ફેલાવવા પર ભાર મૂકે છે. બીજ રોપવાથી વૃદ્ધિ થાય છે, તેમ સ્મિત વહેંચવાથી કોઈનો દિવસ ઉજ્જવળ બની શકે છે અને સકારાત્મક વાતાવરણ સર્જાય છે. હૂંફ અને લાગણીના જોડાણને પ્રોત્સાહન મળે છે. એક નાની મદદ, દયાળુ હાવભાવ અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે અને સર્વથા ખુશીની એક લહેર પ્રસરે છે.
આમ, આવા ઉમદા હેતુ સાથે અમે ગજેરા વિદ્યાભવન પૂર્વ પ્રાથમિક વિભાગ, ઉત્રાણ "PLANT A SMILE" અભિયાન અંતર્ગત પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ અને વ્યક્તિગત વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી છે. જે ચાર કલબ શ્રેણીઓ જમકે INNOVATION, CREATIVITY, SYNERGY, SOCIAL માં વહેંચવામાં આવી છે.
◆ LEAF ART
બાળકો ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરી વિવિધ કલાત્મક આકૃતિઓ બનાવે એ હેતુ સાથે FANTASTIC FUN & LEARN (LEAF ART) ની પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં બાળકોએ સમૂહભાવના સાથે બગીચા માંથી પાંદડા, પાંખડી, ફૂલ અને અન્ય કુદરતી વસ્તુઓ એકત્ર કરી કાપડ પર તેનું છાપકામ, પાંદડા પર કેલિગ્રાફી તેમજ પાંદડાથી વિવિધ આકૃતિ બનાવડાવવામાં આવી.
◆ YOUNGEST MAKERS
બાળકોમાં સર્જનાત્મક કુશળતા અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસાવવા હેતુ સહ "Little Builders" ની પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં બાળકોએ માટીથી વિવિધ ચિત્રો અને લાકડાના બ્લોક્સનો ઉપયોગ કરીને સાદી રચનાઓ બનાવી.
◆ CREATIVE CARNIVAL
બાળકોના આનંદ, વ્યક્તિગત વૃદ્ધિ સર્જનાત્મકતા, નવીનતા આવે એ હેતુ સાથે "JOYFUL JUNGLE JUNCTION" ની પ્રવૃત્તિ કરાવવામાં આવી. બાળકો તેમના મનપસંદ પ્રાણીની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. શિક્ષકો દ્વારા આપણી પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખવામાં પ્રાણીઓ ખૂબ જ ઉપયોગી છે તેની સરળ શબ્દોમાં સમજ આપી, પ્રાણી બચાવો વિષય પર નાટય તેમજ ડાન્સ, ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું.
◆ NATURE WALK
બાળકો પ્રકૃતિની સુંદરતા તેમજ મહત્વ વિશે મનોરંજક અને આકર્ષક રીતે શીખી શકે એ હેતુ સાથે "NATURE MIRACLE" ની પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં છોડનું અવલોકન કરવા માટે શાળાની આસપાસ પ્રકૃતિની મુલાકાત કરાવવામાં આવી. બાળકોને વનસ્પતિના વિવિધ ભાગોની તેમજ ૨૪ કલાક ઓક્સિજન આપતા છોડની સમજ આપવામાં આવી. બાળકોને પ્રકૃતિની જાળવણીમાં ભાગીદાર કેવી રીતે બનવું તેની સરળ ભાષામાં સમજ આપી.
◆ MINDFUL MOMENTS
યોગ સ્વાસ્થ્ય, આયુષ્ય, શક્તિ અને સુખ લાવે છે. યોગ હંમેશા સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન છે. આમ, બાળકો યોગનું મહત્વ સમજે તેમજ તેમની વ્યક્તિગત વૃદ્ધિ, માઇન્ડફુલનેસ, સંતુલન અને શરીરનું સંકલન શીખે એ હેતુ સાથે "JOY & SHINE"ની પ્રવૃત્તિ કરાવવામાં આવી.જેમાં બાળકોને વિવિધ પ્રાણીઓના પોઝના યોગા કરવામાં આવ્યા.
◆ SHAPE BUILDERS
બાળકોમાં કૌશલ્ય વિકાસ, વ્યક્તિગત વૃદ્ધિ
સર્જનાત્મકતા વધે એ હેતુ સાથે "GENIUS SHAPE MAKERS"ની પ્રવૃત્તિ કરાવવામાં આવી બાળકોએ રંગીન માટી, કેન્ડી સ્ટિક, રંગીન કાગળનો ઉપયોગ કરી વિવિધ આકાર અને ડિઝાઇન બનાવ્યા.
◆ LEGO CRETORS
બાળકની સર્જનાત્મકતા વિકસે તેમજ સમસ્યાનું નિરાકરણ કરતા શીખે એ હેતુ સાથે "LEGO CREATIVE TREASURES" ની પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં બાળકોએ લેગો બ્લોક દ્વારા વિવિધ રચનાઓ બનાવી.
◆ POTTERY SESSION
બાળકોમાં સર્જનાત્મક કુશળતા વિકસાવવા હેતુ સહ બાળકો માટે pottery sessionનું આયોજન કરવામાં આવ્યું જેમાં માટીના કોડિયા, કુંડા, માટલી બનાવવાની પ્રવૃત્તિ કરાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી. બાળકો પ્રત્યક્ષ કુંભારની સાથે માટીની વિવિધ વસ્તુઓ બનાવી.
◆NAVALI NAVRATRI
બાળકો આપણાં ધાર્મિક તહેવારોનું મહત્વ સમજે એ હેતુ સાથે "નવલી નવરાત્રિ" ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો પારંપારિક ગુજરાતી વેશભૂષામાં આવ્યા હતા. બાળકોને આદિશક્તિ નવદુર્ગાના નવસ્વરૂપની નાટય દ્વારા સરળ ભાષામાં સમજ આપવામાં આવી, શિક્ષકે નૃત્ય પ્રસ્તુત કર્યું. પૂજા, આરાધના, આરતી અને હવન કરી અંતમાં દરેક બાળકોએ સમૂહમાં ગરબાનો આનંદ માણ્યો.
◆ TREE PAINTING
બાળકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા તેમજ કૌશલ્ય વિકાસ થાય એ હેતુ સાથે "LITTLE PAINTER" ની પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં બાળકોને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેમના મહત્વ વિશે સમજાવી વૃક્ષ પર ઘેરું અને ચુનાની મદદથી વિવિધ ભીંતચિત્ર દોર્યા.
◆ BATTER TOGETHER
બાળકો પ્રેમ, કરુણા , દયા જેવી ભાવના કેળવી નાના કાર્યોમાં જોડાય, સહાનુભૂતિ અને સામાજિક કૌશલ્યોને પ્રોત્સાહન આપે એ હેતુ સાથે HALPING HANDS ની પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં બાળકોએ અન્યને મદદ કરી, અન્ય પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવી.
MAKERS DAY અંતર્ગત આ વિવિધ પ્રવૃત્તિમાં બાળકો ઉત્સાહ અને આનંદ સાથે જોડાયા. MEKRS DAY શાળા માટે ખુબજ મહત્વનો દિવસ છે.