‘PLANT A SMILE’ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ અને વ્યક્તિગત વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માટે નવરાત્રીના દસ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજનો પ્રથમ દિવસ એટલે નવદુર્ગાનું “શૈલ પુત્રી” રૂપની પૂજા આરાધના નો દિવસ. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ.
નવરાત્રીના આ પ્રથમ દિવસે તા. ૦૩/૧૦/’૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ માં બાળકોને સર્વાંગી માનસિક વિકાસ માટે Recycling Craft Activity નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯, 10 અને 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લઈને Recycling Craft ના અલગ અલગ નમૂનાઓ તૈયાર કર્યા.
બીજા દિવસે તા.૦૪/૧૦/’૨૪ ના રોજ Poster Making Activity નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણીને લગતા અલગ અલગ પોસ્ટરો બનાવ્યા
Recycling Craft Activity અને Poster Making Activity દ્વારા વિદ્યાર્થીઓ જીવનમાં પર્યાવરણનું મહત્વ સમજી શક્યા અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વેસ્ટમાંથી બેસ્ટ અને ટકાઉ એવી અવનવી વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય એની જાણકારી મેળવી શક્યા અને અને બીજા વિદ્યાર્થીઓમાં પણ જાગૃતતા લાવી શક્યાં.