તા. ૧૩/૧૨/૨૦૨૩, બુધવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમની કાલી ઘેલી ભાષામાં પોતાના વિષયોને ધ્યાનમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાના જીવનના આદર્શૉ વિશે જણાવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ,મહાત્મા ગાંધી જેવા લોકો વ્યવહારિક જીવન અને તેમની રહેણીકરણી વિશે વાત કરવામાં આવી હતી. તેમજ દેશદાઝને લગતી વાતો કરવામાં આવી હતી.તેમજ પોતે પોતાના જીવનમાં કોઈને કોઈ આદર્શૉ સાથે આવીએ છીએ અને પોતાના આદર્શૉને મક્કમપણે વળગી રહેવું જોઈએ. પોતે પોતાની જાત સાથે કટ્ટીબદ્ધ બની વળગી રહેવું જોઈએ.
આદર્શ શિક્ષક અને ભારત માતાની સહનશીલતા પર ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાળકોને કેટલોક બોધપાઠ આપનારું હતું જેનો વિષય હતો ‘આદર્શ શિક્ષક’. એમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાવે એવો હોવો જોઈએ. સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીને એવું માર્ગદર્શન પૂરું પાડે જેના કારણે એ આગળ વધી શકે. આદર્શ શિક્ષકે આ બધું પણ કરવું રહ્યું- એમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાવે એવો હોવો જોઈએ. સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીને એવું માર્ગદર્શન પૂરું પાડે જેના કારણે એ આગળ વધી શકે. આદર્શ શિક્ષકે પોતાના વિદ્યાર્થીને ફકત-માત્ર વિષયલક્ષી કે પરીક્ષાલક્ષી કેળવણી જ નથી આપવાની, એણે તો જીવનલક્ષી કેળવણી આપવાની છે.
(1) વિદ્યાર્થીને ઈતરવાચન તરફ વળવાની પ્રેરણા આપવાની છે.
(2) એને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અભિરુચિ કેળવાય એવું વાતાવરણ પૂરું પાડવાનું છે.
(3) આદર્શ શિક્ષકે વિદ્યાર્થીમાં રહેલી વિવિધ શક્તિને ઓળખીને એના રસના વિષય અનુસાર માર્ગદર્શન આપવાનું છે.
(4) વિદ્યાર્થી પોતાની કોઈપણ પ્રકારની સમસ્યા સહજ રીતે શિક્ષક સમક્ષ રજૂ કરી શકે એવી મિત્રતા કેળવવાની છે.
(5) આદર્શ શિક્ષકે વિદ્યાર્થીને વર્તમાન પ્રવાહોથી વાકેફ તો રાખવાનો જ છે પણ સાથે સાથે એના તરફની અભિરુચિ કેળવાય એવું વાતાવરણ તૈયાર કરવાનું છે.
(6) વિદ્યાર્થીમાં પોતાના રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે નિષ્ઠા કેળવાય એવાં બીજ રોપવાનું કામ પણ આદર્શ શિક્ષક કરવાનું છે.
ટૂંકમાં આદર્શ શિક્ષકો દ્વારા શાળાઓએ જીવંત મૂલ્યો આધારિત શિક્ષણ પૂરું પાડવાનું છે અને તો જ આપણે જે પ્રકારનો સમાજ રચવા ઈચ્છીએ છીએ તે રચી શકાશે. આજની શિક્ષણ વ્યવસ્થા સામે એક બહુ મોટી જવાબદારી છે. ‘બાળકને નેતામાં પરવર્તિત કરવાની’ બાળકમાં એવી ભાવના જગાવવાની કે “તમે મારે માટે શું કરી શકશો?’ એ નહીં ‘હું તમારા માટે શું કરી શકું ?’. આવા આદર્શ શિક્ષકને શત શત વંદન ! આ સિવાય પણ કેટલાક વિદ્યાર્થીઓ એ પોત પોતાના આદર્શ વ્યક્તિઓ પોતાના માતા પિતા તેમજ પોતાના મિત્રો, સમાજસેવકો, નેતાઓ, અભિનેતાઓ વગેરેનાં માહિતીસભર દ્રષ્ટાંતો આપ્યા હતા.