Seminar on ‘Reduce, Reuse, Recycle’

      આજે, જ્યારે આપણે પર્યાવરણની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે “Reduce, Reuse, Recycle” એટલે કે ઘટાડો, પુનઃઉપયોગ અને પુનઃપ્રક્રિયા આપણી જીવનશૈલીમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ સિદ્ધાંતો માત્ર કચરો ઓછો કરવાનો માર્ગ નથી, પરંતુ તે સમુદાય, પર્યાવરણ અને અર્થતંત્ર માટે એક નવીનતા માટેનો માર્ગ પણ છે.

       તા. ૦૫/૧૦/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “Plant A Smile” અંતર્ગત પર્યાવરણીય હેતુસર 3R (Reduce, Reuse, Recycle) સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમીનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય ભાવનાઓ જાગ્રત કરીને ટકાઉ પર્યાવરણ અને ટકાઉ વિશ્વનું નિર્માણ કરીને સારા અને ઉત્કૃષ્ટ નાગરિકનું નિર્માણ થઇ શકશે.

       આ સેમીનાર અંતર્ગત શાળાના આચાર્યાશ્રી છાયાબેન ભાઠાવાલા(ગુજરાતી માધ્યમ) અને આચાર્ય શ્રી જીગ્નેશભાઈ પરમાર (અંગ્રેજી માધ્યમ) એ હાજરી આપી અને દીપ પ્રાગટ્ય દ્વારા સેમીનારને ખુલ્લો મૂક્યો. આજના સેમીનારના મુખ્ય અતિથિ શ્રી પિયુષભાઈ નકુમ, શ્રી ધવલભાઈ પટેલ અને શ્રી મેહુલ પટેલ કે જેઓ બારડોલી કૉલેજના પ્રોફેસરશ્રીઓ છે. તેઓએ આ સેમીનારને પોતાની હાજરી થકી પ્રદિપ્યમાન કર્યો. આ મુખ્ય વકતાશ્રીઓ દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક અને અતિ ઉપયોગી માહિતી આપી કે જેના થકી વિદ્યાર્થીઓ સારા નાગરિક બનીને પર્યાવરણ અને દેશને બચાવી શકે.

       આ સેમીનારમાં વક્તાશ્રી દ્વારા પ્લાસ્ટિકમાંથી બનાવેલ રેસાઓ અને તેમાંથી બનાવેલ કાપડ,એંઠવાડ કચરો, વર્મી કંપોસ્ટ ખાતર અને અન્ય કેટલીય બાબતોમાં માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત પ્રવાહિયુક્ત રાંધણ બળતણનું સંશોધનાત્મક જ્ઞાન પણ પીરસવામાં આવ્યું. આ સેમીનાર તેના ધ્યેય વાક્યને ખરેખર ઉજાગર કરતો નીવડ્યો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને તેના ઉપયોગમાં હેતુફેર કરીને પર્યાવરણ ને બચાવી શકીએ એવી જાગૃતતા ફેલાવાઈ. એકંદરે આ સેમીનાર ખૂબ જ સારો  અને  ઉપયોગી નીવડ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *