શિસ્ત, ક્ષમા, કર્મ આ જડીબુટ્ટીથી ઘુટી જીવનને નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક...!!!
શિક્ષકદિન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ૨૭ વાર નોબેલ પુરસ્કાર માટે સન્માનીત કરવામાં આવ્યા હતા.૧૯૫૪માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિનના રૂપમાં ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિનના રૂપમાં ઉજવવા માં આવે છે.
શિક્ષક્નુ મહત્વ:
એક કુંભાર જેવી રીતે માટીના વાસણને દિશા આપે છે એમ જ શિક્ષક આપણા જીવનને બનાવે છે.શિક્ષક આપણી પ્રેરણાના સ્ત્રોત છે જે આપણને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે. શિક્ષક આપણા સમાજનુ નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક હોય છે. શિક્ષકનુ સ્થાન માતા પિતાથી પણ ઉંચુ હોય છે.માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. તેથી આપણે ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભુલવા જોઈએ. જીવનના દરેક મુશ્કેલ અને સારી ક્ષણે શિક્ષકે શિખવાડેલી વાતો યાદ આવતી રહેશે.
ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિન ઉજવણી (વાલી માતા)
ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાંવાલી માતાઓ માટે શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વાલી માતા એક દિવસ માટે શિક્ષક બનીને આવ્યા હતા. શિક્ષકમાતાએ વિવિધ વિષયોના શૈક્ષણિક સાધનો બનાવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા સમજ આપી પુસ્તકમાં લેખન કરાવવામાં આવેલ હતું. બાળકોને અભ્યાસ કરાવી ખુબજ આનંદ અનુભવ્યો હતો. બાળકોને પણ પોતાની માતાને અભ્યાસ કરાવતા જોઈ ઉત્સાહ જણાયો.
ગજેરા બાલભવનમાં શિક્ષક દિન ઉજવણી (બાળકો)
શિક્ષકદિન નિમિત્તે ગજેરા પ્રાથમિક વિભાગના બાળકો એક દિવસ માટે શિક્ષક બન્યા, બાળકો ખુબ જ ઉત્સાહિત હતા. બાળકોએ પોતાની આગવી શૈલી દર્શાવી, વિવિધ પ્રવૃત્તિ ધ્વારા બાળકોને અભ્યાસ તેમજ લેખન કરાવ્યું. બાળકોએ પોતાના અભિપ્રાય રજુ કર્યા, અંતે આચાર્યશ્રી ધ્વારા શિક્ષક બની આવેલ બાળકોને અભિનંદન તેમજ ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા.
· પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ આચાર્ય, ઉપાચાર્ય અને વર્ગ શિક્ષકને કાર્ડ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
· શિક્ષકદિન નિમિત્તે શિક્ષકો માટે પણ રમતોનું આયોજન કરેલ હતું જેમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી. શિક્ષકોએ ડાન્સ, સંગીત, અભિનયગીત, મિમિક્રી,ગરબા વગેરે કરી ખુબજ આનંદ અનુભવ્યો હતો.