Unlock your potential – A Journey to Self Drive, “Dream, Dare, Do”

         વિદ્યાર્થીજીવન એ માત્ર ભણતરનો સમય નથી, પરંતુ સપનાઓ નિર્માણ કરવાનો સમય છે. દરેક વિદ્યાર્થીના મનમાં કંઈક બની બતાવવાની ઈચ્છા છુપાયેલી હોય છે. તે ઈચ્છાને સાકાર કરવા માટે જીવનમાં ત્રણ પગલાં સૌથી મહત્વપૂર્ણ છે – Dream (સપનાઓ જોવો), Dare (હિંમત કરો), અને Do (કરવાનું શરૂ કરો). વિદ્યાર્થી તરીકે આપણું પ્રથમ પગલું એ સપનાઓ જોવું છે. તમે શિક્ષક બનવા માગતા હોવ, વૈજ્ઞાનિક કે ખેલાડી – કોઈ પણ સપનું નાનું નથી. સાચા મનથી જોવામાં આવેલું સપનું આપણું જીવન બદલી શકે છે. સપનાનું બીજ તમારું ભવિષ્ય વિકસાવે છે. સપનાનું સચ્ચાઈમાં રૂપાંતરણ કરવા માટે હિંમત જરૂરી છે. હિંમત એ છે કે જ્યારે લોકો કહે કે “તેથી નહીં થાય”, ત્યારે પણ તમે માનો કે “હું કરી શકું છું”. વિદ્યાર્થીઓએ હંમેશાં પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ. પ્રયત્ન વગર સફળતા મળે નહિ. સપનાઓ જોવી અને હિંમત રાખવી એ પૂરતું નથી. સફળતા માટે પગલાં ભરવાં પડે. વાંચન કરો, પ્રશિક્ષણ લો, પ્રયાસ કરો – દરેક દિવસ તમારા સપનાને સાકાર કરવાની તક છે. એક દિવસનું કાર્ય એક દિવસની સફળતા તરફ લઈ જાય છે.

       તા. ૦૬/૦૬/૨૦૨૫ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે એક સુંદર મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અતિથિ વિશેષ તરીકે ડૉ. પંકજભાઈ લાઠીયા (M.D.(Hom) Ph.D.(Hom) Consultant Homeopath & Prof. in Community Medicine.) ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના આચાર્ય શ્રી છાયાબેન ભાઠાવાલા, ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ જસાણી અને શાળાના શિક્ષકોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા જાળવી હતી.

        આ મોટીવેશન કાર્યક્રમ અંતર્ગત ડૉ. પંકજભાઈ લાઠીયા દ્વારા વર્તમાન શૈક્ષણિક પ્રવાહો વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને શિસ્ત અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને કાર્યક્રમને યોગ્ય દિશા આપવામાં આવી હતી. શાળા જીવન દરમિયાન વિદ્યાર્થીઓના અનુભવો અને પરિણામની અપેક્ષા વિશે પણ વિદ્યાર્થીઓ સાથે વક્તા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *