WORLD OCEAN DAY

એક એવો દિવસ છે જે સમાજને પૃથ્વી પરના મહાસાગરોના મહત્વથી વાકેફ થવા અને તેમનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 જૂન 2008 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો, પરંતુ આપણે સમુદ્ર અને  સમુદ્રમા રહેલા જીવો માટે આપણે શું કરી રહ્યા છીએ અને શું કરી શકીએ છીએ તે વિશે વિચારવાની તક પણ આપે છે. આ દિવસ મહાસાગર વિશે સમાજને જાગૃત કરવા ખાસ ભૂમિકા ભજવે છે અને તેથી જ મહાસાગરનું માનવજીવનમાં ઉપયોગીતા સમજાવવા માટે ગજેરા વિદ્યાભવન ઉત્રાણના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા 8 જુન 2025 ના રોજ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરી હતી. આ દિવસ વિદ્યાર્થી અને શિક્ષકો માટે ખૂબ જ આનંદદાયી અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપણા મહાસાગરો અને મહાસાગરમાં રહેલા જીવોના મહત્વ અને તેને કેવી રીતે બચાવી શકાય તેના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. 

તેમજ બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે આપણી પૃથ્વી પર જીવન માટે પાણીની ખૂબ મહત્વની ભૂમિકા છે. કોઇ પણ માણસનું જીવન પાણી વગર શક્ય નથી. પરંતુ આજની કડવી વાસ્તવિકતા એ છે કે પૃથ્વી પર મોટા ભાગનું પાણી માણસ માટે પીવા લાયક નથી. તો બીજી બાજુ પૃથ્વીનો 70 ટકા ભાગ મહાસાગરોથી ઢંકાયેલો છે. 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ તે સમજાવવા માટે છે કે માનવ જીવન મહાસાગરો સાથે કેટલી રીતે જોડાયેલ છે અને તેની મહાસાગરો પ્રત્યે જવાબદારી શું છે.

 

વિશ્વ મહાસાગર દિવસનો ઉદ્દેશ્ય શું છે?

વિશ્વ મહાસાગર દિવસનો ઉદ્દેશ્ય લોકોને મહાસાગરો પર માનવીય પ્રવૃત્તિના દુષ્પ્રભાવો અને તેના કારણે માનવ જીવનને થતા પ્રભાવ અંગે લોકોને સમજાવવાનો છે. માણસોના કારણે કચરો, જહાજો દ્વારા તેલનું દરિયામાં ફેલાવવું, માછલીઓ અને દરિયાઇ જીવોનો શિકાર એવી ઘટનાઓ છે જેનાથી દરિયાઇ જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યું છે.

છેલ્લા થોડા સમયથી વિશ્વ ભરમાંથી સમુદ્રમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક દરિયાઇ જીવનની જૈવપ્રક્રિયાઓને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઇ જહાજો અને તટીય શહેરો દ્વારા પણ પ્રદુષિત પાણી અને કચરાનો સીધો સમુદ્રમાં નિકાલ કરવામાં આવે છે, જે દરિયાઇ જીવો માટે જીવલેણ છે. પ્રદુષણથી હાનિકારક પદાર્થ માછલીઓના પેટમાં જાય છે અને તેમનું જીવન સંકટમાં મુકાય છે.

આમ, તો પૃથ્વી 97 ટકા પાણી છે તે મહાસાગરોમાં જ છે, પરંતુ જે પાણી માણસ પોતાના ઉપયોગ માટે વાપરે છે તે નદીઓ કે જળાશયો દ્વારા આવે છે જે વરસાદ દ્વારા ભરાય છે. વરસાદનું આ પાણી મહાસાગરોમાં થયેલ બાષ્પીભવનની પ્રક્રિયા બાદ વાદળોનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનાથી વરસાદ થાય છે. તો વિશ્વના અડધાથી વધુ ભાગના લોકોને ભોજન માટે માછલીઓ મળે છે. આ રીતે માનવ જીવન પણ મહાસાગરો પર ઘણી રીતે આધાર રાખે છે. તેવામાં મહાસાગરોને સાફ રાખવાની જવાદારી પણ એટલી જ મહત્વની છે જેટલી કે વાયુમંડળને સાફ રાખવાની છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *