GAJERA VIDYABHAVAN, UTRAN

  Smt. S. H. Gajera School, Gujarati Medium (Utran), Surat

સફળતાનું પરિણામ 2023-24

શિક્ષક, વિધાર્થી અને વાલીએ શિક્ષણ ના ત્રણ આધાર સ્તંભ છે. આ ત્રણમાંથી એક પણ આધાર વગર શિક્ષણ કાર્ય સફળ બનતું નથી. માટે આપણી શાળામાં દર માસમાં એકવાર વાલી સાથે શૈક્ષણિક ચર્ચા વિચારણા કરવા માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સત્રને અંતે વાલી મિટિંગનું  આયોજન કરવામાં આવ્યું.

દરેક બાળકને પરીક્ષાનું નામ સાંભળતા જ થોડોક માનસિક તણાવ આવી જતો જોવા મળે છે.  બાળકના મનમાં જુદા જુદા વિચારોના વમળો ચાલવા લાગે છે અને તે સત્ર દરમ્યાન ભણેલ તમામ વિષયને યાદ કરીને પરીક્ષામાં પોતે શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયત્ન કરે છે. દરેક પેપરને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી લખે છે અને અંતે પરીક્ષા પૂર્ણ થતા જ બાળક માનસિક રીતે  હળવા થઈને પોતે લખેલ પરીક્ષાના પરિણામ માટેની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ આતુરતાનો ત્યારે જ અંત આવે છે જ્યારે બાળકના હાથમાં પોતાનું પરિણામ આવે.

            પરિણામ હાથમાં આવતા જ બાળકના ચહેરા પરની જે ખુશી હોય છે એ ખરેખર શ્રેષ્ઠ હોય છે અને જો ટોપરના લિસ્ટમાં આવી ગયો હોય તો તો વાત જ શું પૂછવી . . . .

મહેનત પછી પરિણામની રાહ

મળશે ધારી સફળતા એવી છે અપેક્ષા ,

મારા ચહેરાની ખુશી મારું મહેનતનું ફળ

પરિણામ જ આપે એની ઓળખ

મારી સફળતા ઉજાગર કરતું મારું રીઝલ્ટ

મારા માતા પિતાની ખુશીમાં નજરે દેખાય…

 

આજ રોજ ત્રીજી મે ૨૦૨૪ના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૦૨૪નું વાર્ષિક પરિણામ  અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે શિક્ષક વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ મહેનત ઉજાગર કરવાના આશયથી વાલી મિટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વાર્ષિક પરીક્ષાનું પરિણામ બાળકોને પોતાના વર્ગ શિક્ષકના હસ્તે અર્પણ કરવામાં આવ્યું. શાળામાં વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીશ્રીએ પણ પરિણામની ખુશીને માણી હતી. આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે સજ્જ છેતેવી પૂરેપૂરી તૈયારી વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ બતાવી હતી. આગામી વર્ષ માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને માહિતી આપી નવા શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દાખવ્યો હતો.

શિક્ષક અને વાલી, બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી(બાળક)છે, જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભોગોલિક અંતર ધરાવે, પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો-પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યૂનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે. તેથી જ, દરેક શાળાઓને વાલી જેવા શિક્ષક અને દરેક કુટુંબને શિક્ષક જેવા વાલીઓની જરૂર છે એ ન જ ભૂલીએ.

       તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ – ખૂબ અભિનંદન સાથે, વર્ષ દરમ્યાન વાલી અને વિદ્યાર્થીઓનો સતત સાથ અને સહકાર બદલ શાળા પરિવાર તરફથી  આભાર . .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *