આજના ડિજિટલ યુગમાં શિક્ષણ પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. પરંપરાગત શિક્ષણ સાથે ટેક્નોલોજીનો સંયોજન કરીને શિક્ષણને વધુ અસરકારક અને રસપ્રદ બનાવવા માટે શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ ટેક્નોલોજીનો યોગ્ય અને પ્રભાવશાળી ઉપયોગ થાય તે માટે શાળામાં શિક્ષકો માટે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં 5/11/2025ના રોજ તમામ શિક્ષકો માટે આધુનિક સ્માર્ટ ડિજિટલ બોર્ડની ખાસ તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષણને વધુ ડિજિટલી સશક્ત, રસપ્રદ અને સમજવા સરળ બનાવવાનો હતો. તાલીમ દરમિયાન શિક્ષકોને સ્માર્ટ બોર્ડ ચલાવવાની રીત, વિવિધ ઇન્ટરએક્ટિવ ટૂલ્સનો ઉપયોગ, વિડિઓ અને P.P.T. દ્વારા પાઠ રજૂ કરવાની પદ્ધતિ, તેમજ ઓનલાઈન શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમથી શિક્ષકો નવી ટેક્નોલોજી સાથે વધુ આત્મવિશ્વાસપૂર્વક કામ કરી શકે છે અને વિદ્યાર્થીઓને વધુ દ્રશ્યાત્મક અને અસરકારક રીતે પાઠ સમજાવી શકે છે. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યાશ્રીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ તાલીમ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ માટે આધુનિક અને ડિજિટલ શિક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.
