૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય, ગૌરવસભર અને શિસ્તબદ્ધ ઉજવણી

     જાન્યુઆરી, 2026ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી.

     આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, જીમ્નાસ્ટીક, પીરામીડ, સ્કેટિંગ ડાન્સ, વગેરે તેમજ શાળાના અલગ અલગ હાઉસના વિદ્યાર્થીઓ અને એન.સી.સી. ગર્લ્સ બટાલિયન દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવી. આજના દિવસની આ ઉજવણીમાં શાળાના માનનીય ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ, એડવોકેટ ભાવનાબેન સોલંકી (કોર્પોરેટર, વોર્ડ નં. ૨), શ્રી ઉમેશ તિવારી (નૌકાદળના વેટરન, સુરત), શ્રી ગોવિંદભાઈ વાળા (ભૂતપૂર્વ સૈન્ય, સુરત), હવાલદાર સત્યપાલ સર (NCC ઓફિસર), શ્રીમતી વૈશાલીબેન ઘેલાણી (રાજ્ય કર અધિકારી, જી.એસ.ટી. અધિકારી, સુરત), શ્રીમતી સાધનાબેન સાવલીયા (Owner of S24 News Channel), એડવોકેટ કિરણભાઈ (ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ, સુરત), શ્રીમતી અંકિતા પટેલ (એડવોકેટ, સુરત),  ડો.શિલ્પેશ ચાંપાનેરિયા (કાર્ડિયોલોજી વિભાગના વડા, શેલ્બી હોસ્પિટલ, સુરત), દુરિયા તાપિયા (આંતરરાષ્ટ્રીય બાઇકર, સુરત), શ્રી પ્રકાશભાઈ સાધુ, શ્રી રોનકભાઈ ઘેલાણી ઉપસ્થિત રહી ધ્વજવંદના કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આમંત્રિત મહેમાનોએ પોતાના વક્તવ્યો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં દેશની અસ્મિતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે દેશના જવાનો અને નાગરીકો શું કરે છે અને વિદ્યાર્થી તરીકે તમારે શું કરવું જોઈએ તેના વિશે પ્રોત્સાહિત કર્યા હતા.

     આમ, ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાળાનાં માનનીય ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબની અધ્યક્ષતામાં અને માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. જેમાં ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના તમામ વિભાગના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ભારત દેશના મહિમા અને કીર્તિમાં વધારો કર્યો હતો.

📜 પ્રજાસત્તાક દિવસનું મહત્વ : પ્રજાસત્તાક દિવસ આપણને આપણા બંધારણની મહત્તા અને લોકશાહી મૂલ્યોની યાદ અપાવે છે. ભારતનું બંધારણ વિશ્વના સૌથી વિશાળ અને વિગતવાર બંધારણોમાંનું એક છે. ડૉ. ભીમરાવ આંબેડકરની આગેવાની હેઠળ બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું.

🏛️ બંધારણ અને નાગરિકોના અધિકારો : ભારતના બંધારણ દ્વારા દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાનો અધિકાર મળ્યો છે. પ્રજાસત્તાક દિવસ એ દિવસ છે જ્યારે આપણે આપણા અધિકારો સાથે સાથે ફરજોનું પણ સ્મરણ કરીએ છીએ.

🎖️ પ્રજાસત્તાક દિવસની ઉજવણી : દર વર્ષે નવી દિલ્હીના કર્તવ્ય પથ (રાજપથ) પર ભવ્ય પરેડ યોજાય છે. તેમાં ભારતીય સશસ્ત્ર દળોની શક્તિ, વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આ દિવસ દેશભક્તિના ભાવને વધુ મજબૂત બનાવે છે.

🧑‍🤝‍🧑 દેશભક્તિ અને એકતા : 26 જાન્યુઆરી માત્ર તહેવાર નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને લોકશાહીનો ઉત્સવ છે. વિવિધ ભાષા, ધર્મ અને સંસ્કૃતિ ધરાવતા લોકો એકતાના સૂત્રમાં બંધાયેલા છે—“એક ભારત, શ્રેષ્ઠ ભારત.”

🌟 યુવાનોની ભૂમિકા : ભારતના ભવિષ્ય યુવાનોના હાથમાં છે. પ્રજાસત્તાક દિવસ આપણને પ્રેરણા આપે છે કે આપણે સારા નાગરિક બનીને દેશના વિકાસમાં યોગદાન આપીએ, બંધારણના મૂલ્યોનું પાલન કરીએ અને દેશની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીએ.

      26 જાન્યુઆરી આપણને આપણા સ્વતંત્રતાસેનાનીઓના બલિદાન અને બંધારણ નિર્માતાઓના દૃષ્ટિકોણની યાદ અપાવે છે. ચાલો, આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે એક જવાબદાર નાગરિક બનીને ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવીએ.

જય હિન્દ | વંદે માતરમ્

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *