ગજેરા વિદ્યાભવનમાં તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિટ ૧ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું અને પેપર બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સફળતાથી ઝળહળી ઉઠ્યા હતા. તેમજ પોતાનામાં રહેલી કચાસો જાણી શક્યા હતા. જેથી આવનારી બીજી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરી શકે.
વાલી મીટીંગ સાથે ફાઉન્ડેશનમાં પણ વાલી મીટીંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં દ્વિતીય પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે પરીક્ષા લેવામાં આવી હતી. તેના પેપર બતાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમની કચાસ જણાવવામાં આવી હતી. અને તેમની સાથે સાથે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને વાલીઓ કઈ રીતે વિદ્યાર્થીઓની પરીક્ષામાં મદદ કરી શકે તે માટે એક સરસ મજાના સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય વક્તા પવન દ્વિવેદી એ પોતાના અનુભવ અને જ્ઞાન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે હેતુસર દર મહિને વાલી મીટીંગનું આયોજન કરીને શિક્ષક અને વાલી બંને વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થી નો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે તે માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.
