તા. 24 જૂન 2026 ના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને નવા શૈક્ષણિક સત્ર 2026-27 અંગે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાનો તથા શાળા અને વાલીઓ વચ્ચે સકારાત્મક અને અસરકારક સંવાદ સ્થાપિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, પરીક્ષા પદ્ધતિ, શાળાના નિયમો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે શાળાના આચાર્યાશ્રી શ્રીમતી છાયાબેન ભાથાવાલાએ વાલીઓને માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં વાલીઓની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા. ઉપરાંત ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સના એજ્યુકેશનલ ડિરેક્ટર શ્રી જયેલ પટેલએ આધુનિક શિક્ષણ પદ્ધતિ અને શાળાની વિવિધ શૈક્ષણિક પહેલ અંગે માહિતી આપી. પરાગ સર દ્વારા પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસની અસરકારક રીતો વિશે વાલીઓને સમજાવવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન વાલીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને શાળા તરફથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આ ઓરિએન્ટેશન કાર્યક્રમ શાળા અને વાલીઓ વચ્ચે વિશ્વાસ અને સહયોગ મજબૂત બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો.
