શિસ્ત, ક્ષમા, કર્મ આ જડીબુટ્ટીથી ઘુટી જીવનને નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક...!!!
શિક્ષકદિન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જેઓ એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ૨૭ વાર નોબેલ પુરસ્કાર માટે સન્માનીત કરવામાં આવ્યા હતા.૧૯૫૪માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિનના રૂપમાં ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિનના રૂપમાં ઉજવવા માં આવે છે.
· ગજેરા બાલભવનમાં શિક્ષક દિન ઉજવણી
શિક્ષકદિન નિમિત્તે ગજેરા પ્રાથમિક વિભાગના બાળકો એક દિવસ માટે શિક્ષક બન્યા, બાળકો ખુબ જ ઉત્સાહિત હતા. બાળકોએ પોતાની આગવી શૈલી દર્શાવી, વિવિધ પ્રવૃત્તિ ધ્વારા બાળકોને અભ્યાસ તેમજ લેખન કરાવ્યું. બાળકોએ પોતાના અભિપ્રાય રજુ કર્યા, અંતે આચાર્યશ્રી ધ્વારા શિક્ષક બની આવેલ બાળકોને અભિનંદન તેમજ ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા.
· પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ આચાર્ય, ઉપાચાર્ય અને વર્ગ શિક્ષકને કાર્ડ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
· શિક્ષકદિન નિમિત્તે શિક્ષકો માટે પણ રમતોનું આયોજન કરેલ હતું જેમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી. શિક્ષકોએ ડાન્સ, સંગીત, અભિનયગીત, મિમિક્રી,ગરબા વગેરે કરી ખુબજ આનંદ અનુભવ્યો હતો.