પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીએ સમગ્ર ભારતપ્રવાસી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે. આ દિવસ આપણા દેશના સવિધાનના અમલમાં આવ્યા પછી પ્રજાસત્તાક ભારત તરીકેની ઓળખનો પ્રતીક છે. 2025માં, ભારત 76મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યું છે, જે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સમૃદ્ધિનો ઉત્સવ છે. તેના અમારી શાળામાં પણ આ વર્ષે 76 માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક કાર્યક્રમની ઉજવણીની રૂપરેખા નીચે મુજબ હતી.
સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ ભારત દેશ અને દેશના નાગરીકો માટે સન્માનનીય અને ગૌરવવંતા દિવસો છે. સમગ્ર ભારતમાં તેમજ ભારતની બહાર રહેતાં દેશના લોકો દ્વારા આ દિવસની ઉજવણી અનેરા ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવે છે.
તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, સ્કેટિંગ ડાન્સ, સ્પીચ વગરે તેમજ વિદ્યાર્થીઓ અને એન.સી.સી. ગર્લ્સ બટાલિયન દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવી. આજના દિવસની આ ઉજવણીમાં શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, શ્રી કેયુર વાઘાણી (બ્લેક કમાન્ડો, દિલ્હી), શ્રી પ્રતાપસિંહ ચંડેલ (હવાલદાર – ૬ ગુજરાત ગર્લ બટાલિયન), શ્રી ચેતનભાઈ પાટીલ (Ex. આર્મી ઓફિસર), શ્રી પી. બી. મેકવાન (Ex. આર્મી ઓફિસર), શ્રી મુકેશભાઈ પાટીલ (Ex. આર્મી ઓફિસર), એડવોકેટ મોનાલી હિરપરા (કાઉન્સિલર વોર્ડ નંબર ૨, સુરત), શ્રી સાધનાબેન સાવલીયા (S24 ના ઓનર એન્ડ અક્ષર બાયોટેક પ્રા.ના ડિરેક્ટર. લિ.), ડૉ. કાજલ ઘેવરીયા (ડીપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજી, સી.બી.પટેલ કોમ્પ્યુટર કોલેજ અને જે.એન.એમ.પટેલ સાયન્સ કોલેજ, ભરથાણા, વેસુ, સુરત), શ્રી જીગ્નેશભાઈ માંગુકિયા (સભ્યશ્રી, શ્રી યોગ વેદાંત સેવા સમિતિ, સુરત), શ્રી કેયુરકુમાર નાગલા (સિંગર એન્ડ મોડેલ, ટ્રસ્ટી ઓફ મુસ્કાન ચેરીટેબલ, સુરત), ઉપસ્થિત રહી ધ્વજવંદના કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આમંત્રિત મહેમાનોએ શાળાના વિદ્યાર્થીઓને દેશ અને દેશની આઝાદી માટે કેવાં બલિદાનો આપ્યા છે અને આજે આધુનિક સમયમાં દેશની અસ્મિતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે દેશના જવાનો અને નાગરીકો શું કરે છે અને શું કરવું જોઈએ તેના વિશે પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાળા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાની અધ્યક્ષતામાં અને માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. જેમાં ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના તમામ વિભાગના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ભારત દેશનો મહિમા અને કીર્તિમાં વધારો કર્યો હતો.
પ્રજાસત્તાક દિનનો ઈતિહાસ : 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સવિધાન અમલમાં આવ્યું હતું, અને દેશ લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત થયું. આ જ દિવસે 1930માં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા “પૂર્ણ સ્વરાજ” ની માંગ કરવામાં આવી હતી, જે આ ઉજવણીને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
દિલ્હી ખાતે ભવ્ય પરેડ : દરેક વર્ષ, નવી દિલ્હીમાં રાજપથ (હવે કર્તવ્ય પથ) પર આયોજિત ભવ્ય પરેડ આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે. જેમાં ભારતીય સશસ્ત્ર દળો, વિવિધ રાજ્યની ઝાંખીઓ, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાયુસેનાની અદભૂત એર શો જોવા મળશે. ભારતના રાષ્ટ્રપતિ તિરંગો લહેરાવીને ઉજવણીની શરૂઆત કરે છે.
વિશેષ આત્મનિર્ભર ભારતની ઝાંખી : આ વર્ષે, ભારતના ટેકનોલોજી, સંરક્ષણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને પરેડમાં નવીનતમ હથિયાર પ્રદર્શન અને સ્વદેશી વિકાસની ઝાંખી રજુ કરવામાં આવશે.
શાળાઓ અને સંસ્થાઓમાં ઉજવણી : દેશભરમાં શાળાઓ, કૉલેજો અને વિવિધ સંસ્થાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉલ્લાસભેર થાય છે. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નાટકો અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
સામૂહિક તિરંગા લહેરાવવી અને રાષ્ટ્રગાન : આ દિવસે દરેક ખૂણામાં તિરંગો લહેરાવવાનો ઉત્સાહ જોવા મળે છે. લોકો પોતાના ઘરો, ઓફિસો અને વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવી દેશપ્રેમ દર્શાવે છે.
76મો પ્રજાસત્તાક દિન આપણને એકતા, સંવિધાન અને લોકશાહી પ્રત્યેનું સન્માન પ્રગટ કરવાની તક આપે છે. આ અવસર આપણને ભારતના ભવિષ્ય માટે પ્રેરિત કરે છે અને દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે સમર્પિત થવા પ્રોત્સાહિત કરે છે.
જય હિન્દ!