ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ માટે ગૌરવની વાત છે કે શાળાના વિદ્યાર્થી ભૂત દક્ષ સી. (Bhut Daksh C.) એ રાજસ્થાનના જયપુર ખાતે તા. 1 થી 7 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલી 51મી સબ-જુનિયર અને જુનિયર રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ – 2026 માં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. પરંપરાગત સિંગલ યોગ ઇવેન્ટ – અંડર-17 બોયઝ કેટેગરીમાં દક્ષે પોતાની પ્રતિભા, શિસ્ત, લવચીકતા અને સમર્પણનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. વિદ્યાર્થીની આ સફળતા બદલ શાળા સંચાલનમંડળ, આચાર્યશ્રી અને સમગ્ર શિક્ષકગણે હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં તથા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. દક્ષની આ સિદ્ધિએ શાળાનું ગૌરવ વધાર્યું છે અને અન્ય વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત તથા દૃઢ નિશ્ચય દ્વારા સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
