જ્ઞાનયાત્રાનું પ્રથમ પગલું

હસતાં હસતાં શાળાએ આવ્યા, મનમાં અનેક અરમાન,

જ્ઞાન, સંસ્કાર અને આનંદથી, ઉજ્જવળ બનશે જીવનદાન.”

 

 

આજે અમારી શાળામાં ધોરણ-1 ના વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ હતો. નવા યુનિફોર્મ, નવી બેગ અને ચહેરા પર ઉત્સાહ સાથે બાળકો શાળામાં આવ્યા હતા. કેટલાક બાળકો ખુશ હતા તો કેટલાક બાળકો માતા-પિતાથી અલગ થવાના કારણે થોડા ગભરાયેલા દેખાતા હતા.

વર્ગખંડમાં બાળકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને એકબીજાનો પરિચય કરાવવામાં આવ્યો તથા રમતો, ગીતો, જમ્પિંગ, વિવિધ કાર્ટુન કેરેક્ટર અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા તેમને શાળા વાતાવરણ સાથે પરિચિત કરવામાં આવ્યા. બાળકોને વર્ગખંડ, શાળાના વિવિધ વિભાગો અને શાળાના નિયમોની સરળ માહિતી આપવામાં આવી.

પ્રથમ દિવસ દરમિયાન બાળકોમાં શાળા પ્રત્યે રસ અને આત્મવિશ્વાસ વિકસે તે માટે પ્રેમાળ અને હૂંફાળું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. દિવસના અંતે બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

આમ, ધોરણ-1 ના વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ આનંદમય, યાદગાર અને શીખવાની નવી સફરની સુંદર શરૂઆત બની રહ્યો.

પ્રથમ દિવસ, પ્રથમ પગલું, નવી આશા નવી ઉડાન,

શાળાના આંગણે શરૂ થયો, જ્ઞાનનો સુંદર પ્રસ્થાન.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *