વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા અને તેમના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે અમારી શાળા શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ, સુરત ખાતે તા. ૦૩/૧૧/૨૦૨૬ના રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ અંતર્ગત વિદ્યાર્થીઓની SA-2 (Summative Assessment – 2) પરીક્ષાનું પરિણામ વાલીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓને પોતાના બાળકની વિષયવાર શૈક્ષણિક સિદ્ધિ, ગુણાંક તથા અભ્યાસમાં થયેલી પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
શિક્ષકોએ વાલીઓ સાથે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી અંગે ચર્ચા કરી હતી તેમજ જે વિષયોમાં વધુ મહેનત અને માર્ગદર્શનની જરૂરિયાત છે તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વાલી મિટિંગનો મુખ્ય હેતુ શાળા અને વાલી વચ્ચે સંવાદ તથા સહકાર વધારી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. વાલીઓએ પણ પોતાના પ્રતિભાવો અને સૂચનો રજૂ કરી શાળાના આ પ્રયાસમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની સહકાર આપ્યો હતો.
શાળા અને વાલી વચ્ચેનો સકારાત્મક સંવાદ જ વિદ્યાર્થીની સફળતાનો મજબૂત પાયો છે.
