મુજ નસેનસમાં વહેતી ભારતની રસધાર,
અભિમાન મને એટલું કે, હું માં ભારતી નો સંતાન
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર‘ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના “પ્રજાસત્તાક દિવસ” તરીકે માનભેર ઉજવાય છે.આજે 76 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધો.૩થી૮ ના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત ગાયન અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મહેમાન શ્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી,જેમાં દરેક બાળકો પોતાના ગીતને અનુરૂપ પોશાક પહેરીને અલગ અલગ સુંદર ગીતો પર અદ્ભૂત પર્ફોમન્સ આપ્યાં હતાં. ત્યારબાદ નિર્ણાયકોએ પોતાનું વક્તવ્ય આપી સ્પર્ધા ના પરિણામ ની ઘોષણા કરી. અને અંતે શાળાના ઉપાચાર્ય દ્વારા આભારવિધિ કરી ને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
ભૂખ ગરીબી લાચારીને
આ ધરતી પરથી આજે મટાડીએ,
ભારતના ભારતવાસીઓને
તેમના બધા અધિકાર અપાવીએ.
આવો સૌ મળીને નવા રૂપમાં ગણતંત્ર મનાવીએ. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ. આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. આજના દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું.
જય હિન્દ