વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત – એક નવી શરૂઆત

શાળા એ વિદ્યાર્થી માટે બીજી ઘર જેવી હોય છે. વિદ્યાર્થીઓ શાળામાં માત્ર ભણતા નથી, પણ જીવન જીવવાનો રસ્તો પણ શીખે છે. દર વર્ષે જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે ત્યારે આપણે નવી આશાઓ, નવા લક્ષ્યો અને નવા નિર્ણય સાથે આગળ વધવાનું નક્કી કરીએ છીએ. આજે આપણે ફરીથી એકઠા થયા છીએ – જાણીતું શાળાનું પરિસર, ચિરપરીચિત ચહેરાઓ અને નવા મિત્રો સાથે નવી ઓળખાણ. તમને બધાને ફરીથી અહીં જોતા ખૂબ આનંદ થાય છે. જેઓના માટે આ શાળામાં પ્રથમ દિવસ છે, તેમના માટે આ દિવસ ખાસ છે. તમારું હાર્દિક સ્વાગત છે!

       શાળા એ એવી જગ્યા છે જ્યાં શિક્ષણ સાથે જીવનના મૂલ્યો પણ શીખવામાં આવે છે. અહિયાં આપણે શિસ્ત, સમજદારી, સહકાર અને શ્રમના મહત્ત્વને ઓળખીએ છીએ. પાઠ્યપુસ્તકની બહારની દુનિયાને પણ અહીં સમજી શકાય છે. શાળા તો આપણા સ્વપ્નોને સાકાર કરવાનું પાટોતરું છે.

       વિદ્યાર્થી જીવન એ જીવનનું સૌથી સુંદર અવસ્થા છે. તમે આજે જે શ્રમ કરશો, તે જ આવતીકાલે તમારું ભવિષ્ય ઘડશે. શિક્ષકો તમારું માર્ગદર્શન કરશે, પરંતુ સફળતા મેળવવી છે તો પ્રયત્ન તમારે કરવા પડશે. શાળા તમારા માટે એક મંચ આપે છે – હવે તે મંચ પર કઈ રીતે ઝળહળાવું તે તમારે નક્કી કરવાનું છે. આ વર્ષે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. નવી વિષયવસ્તુ, પરીક્ષા, પ્રોજેક્ટ્સ અને ગતિવિધિઓમાં તમે કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકો, તે વિચારો. અભ્યાસ સાથે સાથે રમતગમત, કલાપ્રદર્શન અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેજો – આ બધું તમારી વ્યક્તિગત વિકાસમાં મદદરૂપ બનશે.

        ઉનાળાનાં વેકેશન બાદ શાળાઓ આજથી શરૂ થઇ છે, ત્યારે હજારો બાળકો એવા હશે જે નવા એડમિશન સાથે પ્રથમ પગલું માંડ્યું હશે. દરેક બાળકનાં જીવનમાં શાળાનો પ્રથમ દિવસ અતિ મહત્વનો હોય છે. ‘ચલો…સ્કૂલ ચલે હમ’ની તૈયારીઓ તો વેકેશનમાં જ થઇ ગઇ હોય છે. નવા પુસ્તકો, સ્કૂલ બેગ સાથે નવા ડ્રેસમાં સજ્જ થઇને બાળમિત્રો જ્ઞાન મંદિરમાં આનંદ સાથે પ્રવેશતા હોય છે. ત્યારે તેમના ઉત્સાહમાં વધારો કરવા ના હેતુથી આજ રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

અંતમાં હું એટલું જ કહિશ કે,
 શિક્ષણ માત્ર શબદોનું માળાગઠન નથી, પણ તે જીવન જીવવાનું કળા છે.”
 આ વર્ષ તમારા માટે સફળતાભર્યું અને યાદગાર બને એવી ગજેરા પરિવાર શુભકામનાઓ સાથે તમારું સ્વાગત છે! ચાલો, સાથે મળીને આગળ વધીએ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *