વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ

વિદ્યાયાત્રાનો પ્રથમ દિવસ 

“  નવું વર્ષ, નવી આશા સાથે આવ્યા, વિદ્યાના મંડપે ફરી મળ્યા ,

મિત્રો સાથે હાસ્યની કળી ખીલી, શાળામાં જીંદગીની સાચી દિશા મળી.”

શાળાએે જ્ઞાન અને વિકાસનું મંદિર છે. વિદ્યાર્થી નવા વિષયો અને કૌશલ્યો શીખે છે. અહીં શિક્ષકનાં માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થી નિયમિતતા , શિસ્ત અને જવાબદારી શીખી સમાજનો જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર થાય છે વિદ્યાર્થીનો શાળાનો પ્રથમ દિવસ સ્મૃતિમય અને અવિસ્મરણીય બની રહે તે હેતુથી ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ ધોરણ -૧ નાં વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-ર થી ૮ માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કંકુથી તિલક કરી ખૂબ રોચક રીતે શાળામાં વેલકમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા શાળાનુ વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું . 

ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા વેલકમ સ્પીચ આપી વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે લક્ષ્ય દોરી તેમનું જીવન પ્રગતિમય  બને તેવા આશિષ વચનો આપી શુભકામના પાઠવવામાં આવી. ધોરણ -૧ થી ૫ ના વિદ્યાર્થીનીઓ દ્વારા વેલકમ ડાન્સ તેમજ ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યો ડાન્સ નિહાળી નાના નાના ભૂલકાંઓ પણ ડાન્સ કરવા લાગ્યા. અંતે બાળકોને નવી નવી ગેમ રમાડવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓને વર્ગમાં લઈ જવામાં આવ્યા. શિક્ષકો દ્વારા સ્મૃતીભેટ રૂપે પેન્સિલ આપી ભાવિ ઘડતર માટે શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ સ્મૃતિમય બની રહે તેવો ગજેરા પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો  હતો .

નવું બેગ, નવી પુસ્તકની સુંગધ ,મિત્રોની વચ્ચે ખુશીનો અગણિત રંગ,

શિક્ષકનો પ્રેમ આશીર્વાદ મળ્યા ,શાળાનો પ્રથમ દિવસ દિલમાં ઘર કરી ગયા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *