


વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ તરીકે રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર 9 જાન્યુઆરી 2026ના રોજ શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મંચ પર આત્મવિશ્વાસ સાથે પોતાની રજૂઆત કરી અને પોતાની વક્તૃત્વ કળાનું સુંદર પ્રદર્શન કર્યું. દરેક વિદ્યાર્થીની રજૂઆત પ્રશંસનીય રહી.
સ્પર્ધાનું મૂલ્યાંકન ઉચ્ચારણ, અવાજની સ્પષ્ટતા, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ અને સમય વ્યવસ્થાપનના આધારે કરવામાં આવ્યું. નિર્ણાયકશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું તેમજ ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું.
સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓની પણ પ્રશંસા કરવામાં આવી. આ વકતૃત્વ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયક અને યાદગાર અનુભવ બની. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમના વ્યક્તિત્વ વિકાસને નવી દિશા મળે છે.