गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥
અર્થ: ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ સ્વરૂપ છે. આવા શ્રી ગુરુને નમન.
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ભાવભીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ગુરુવંદના સાથે કરવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ગુરુભક્તિના ભાવથી ઓતપ્રોત બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ગુરુના મહિમા, જીવનમાં ગુરુના સ્થાન અને તેમના માર્ગદર્શનના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના વિચારો દ્વારા ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા અને આદરની ભાવના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગુરુપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકગણને તિલક કરી, પુષ્પ અર્પણ કરી અને ગુરુવંદના સાથે તેમનું સન્માન કર્યું હતું. શિક્ષકશ્રીઓએ પણ વિદ્યાર્થીઓને જીવનમાં સદાચાર, શિસ્ત, મહેનત અને સંસ્કારના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં આધ્યાત્મિક અને સંસ્કારમય વાતાવરણ સર્જાયું હતું. ગુરુપૂર્ણિમાની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રત્યેની જાગૃતિ વધુ મજબૂત બની હતી.
કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કરી ગુરુના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવા માટે પ્રેરણા આપી હતી
