સંસ્કૃત દિવસ ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા

શાળામાં સંસ્કૃત દિવસની ઉજવણી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં જ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને સમયનું મહત્વ, માતા-પિતાનું મહત્વ, સંસ્કૃત ભાષાનું મહત્વ અને નારી શક્તિ જેવા વિવિધ વિષયો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ વિષયો પર સુંદર અને પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કર્યા હતાં. તેમણે પોતાના વક્તવ્ય દ્વારા સમયનું મૂલ્ય સમજાવ્યું, માતા-પિતાના જીવનમાં રહેલા મહત્વને ઉજાગર કર્યું, સંસ્કૃત ભાષાની પ્રાચીનતા અને મહત્ત્વ વિશે માહિતી આપી તથા નારી શક્તિની સિદ્ધિઓ અને સમાજમાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

વિદ્યાર્થીઓની રજૂઆત ખૂબ જ સરસ અને આત્મવિશ્વાસપૂર્ણ રહી હતી. તેમના ઉચ્ચારણ, વક્તવ્યશૈલી અને વિષયજ્ઞાનથી સૌ પ્રભાવિત થયા હતા. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓના વક્તવ્ય, ઉચ્ચારણ, રજૂઆત અને વિષયજ્ઞાનના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ, પ્રેમ અને જાગૃતિ કેળવાઈ હતી. સાથે સાથે વિવિધ સામાજિક અને જીવનમૂલ્યસભર વિષયો અંગે પણ વિદ્યાર્થીઓને જ્ઞાન મળ્યું હતું. સંસ્કૃત દિવસની આ ઉજવણી ખૂબ જ જ્ઞાનપ્રદ, રસપ્રદ અને યાદગાર રહી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *