તા. 16/08/2026થી ધોરણ ૧૦ માધ્યમિક વિભાગના વાલીઓ માટે “SAKSHAM 1.0 – બાળકોને જીવન માટે સક્ષમ બનાવીએ” વિષય પર Parent Connect Meeting ની શરૂઆત કરવામાં આવી.તેમાં વિદ્યાર્થીઓમાં શિસ્ત, જવાબદારી, સંવાદ, નિર્ણયક્ષમતા અને જીવનકૌશલ્ય વિકસાવવામાં શાળા અને વાલીઓની સંયુક્ત ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી. મિટિંગની વિશેષતા એ રહી કે ચર્ચા માત્ર એકતરફી ન રાખતાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પણ સક્રિય રીતે જોડવામાં આવ્યા. વાલી-વિદ્યાર્થી બંનેએ પોતાના વિચારો, અનુભવો અને પ્રશ્નો રજૂ કરી પરસ્પર સંવાદ કર્યો, જેના દ્વારા બાળકના વિકાસ માટે શાળા–વાલી–વિદ્યાર્થી વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થયો. વાલીઓને બાળક સાથે મિત્રતાપૂર્ણ સંવાદ જાળવવા, તેને જવાબદારી અને નિર્ણય લેવાની તક આપવા તથા તેના સર્વાંગી વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મિટિંગનો સમગ્ર અભિગમ Think → Discuss → Act → Reflect પર આધારિત રહ્યો.
