“હિન્દી છે ભારતની ઓળખ,
હિન્દી છે આપણા દેશનું ગૌરવ.”
દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વને સમજવા માટે વિશેષ દિવસ છે. હિન્દી ભારતની મુખ્ય ભાષાઓમાંની એક છે અને દેશના વિવિધ પ્રદેશોના લોકોને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે.
હિન્દી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને હિન્દી ભાષાના ઇતિહાસ, મહત્વ અને વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી. હિન્દી ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે આપણા સાહિત્ય, સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની સુંદર અભિવ્યક્તિ પણ છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા પ્રત્યે રસ, પ્રેમ અને સન્માનની ભાવના વિકસે તે માટે દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની ભાષાકીય પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું.
આપણી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ધોરણ: ૩ થી ૬ ના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક કરવામાં આવી. હિન્દી ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં પ્રેમ, ગૌરવ અને જાગૃતિ વધે તે હેતુથી હિન્દી કહાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને હિન્દી ભાષાના મહત્વ વિશેની માહિતીથી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ હિન્દી ભાષા અંગે સુંદર વિચારો રજૂ કર્યા અને હિન્દી ભાષાની મહત્તા સમજાવી.
વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સુંદર અને બોધપ્રદ વાર્તાઓ રજૂ કરી. તેમની રજૂઆત, આત્મવિશ્વાસ અને વક્તૃત્વ કૌશલ્ય ખૂબ જ સરાહનીય રહ્યા.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા પ્રત્યે રસ અને પ્રેમ વધ્યો તેમજ તેમની સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ કૌશલ્યને પ્રોત્સાહન મળ્યું.
“હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ આપણા દેશની એકતા અને સંસ્કૃતિને જોડતી કડી છે.”
હિન્દી દિવસની આ ઉજવણી સૌ માટે જ્ઞાનપ્રદ, આનંદદાયક અને યાદગાર બની રહી.
સમગ્ર કાર્યક્રમ આનંદદાયક, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહ્યો.
“હિન્દી ભાષા આપણી શાન,
હિન્દીથી વધે ભારતનું માન.”
🌺 હિન્દી દિવસની હાર્દિક શુભકામનાઓ! 🌺